૮. વરતાલ પ્રકરણ

વચનામૃત - 1

સંવત 1882 કાર્તિક સુદિ - 11 = તા.21-11-1825, મંગળવાર

વરતાલ = અમદાવાદથી વડોદરા જતાં નડિયાદથી વીસ કિલોમીટરે આવેલું ગામ, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મોટું મંદિર બંધાવી સ્વહસ્તે મૂર્તિપ્રતિષ્ઠા કરેલી છે, પોતે વારંવાર વરતાલ પધારતા.

ગોમતીજીને કાંઠે = ગામથી ઉત્તર દિશામાં તળાવ છે જે ગોમતી તળાવના નામે ઓળખાય છે, તેને કાંઠે.

अत्र सगोर् विसर्गश्च = શ્રીમદ્ ભાગવતના દ્વિતીય સ્કંધના અધ્યાય 10નો શ્લોક 1. ભગવાનનું સ્વરૂપ નવ લક્ષણે જાણવું, તે નવ લક્ષણો:

1. સર્ગ એટલે મહતત્ત્વથી માંડીને પૃથ્વી તત્ત્વ સુધીના તત્ત્વોની ઉત્પત્તિ કે જે વૈરાટપુરુષની ઉત્પત્તિ બતાવે છે.

2. વિસર્ગ એટલે વૈરાજપુરુષમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ કરેલી સૃષ્ટિ.

3. સ્થાન એટલે ભગવાનની સર્વથી ઊંચી સ્થિતિ.

4. પોષણ એટલે જગતનું પોષણ-રક્ષણરૂપી ભગવાનનો અનુગ્રહ.

5. ઊતય એટલે કર્મવાસના.

6. મન્વંતર (કથા) એટલે મન્વંતરે એ પાળી બતાવેલો સધ્ધર્મ.

7. ઈશાનુકથા એટલે ભગવાનના અવતાર ચરિત્રોની તથા મુક્તોની કથા.

8. નિરોધ એટલે જીવસમુદાયનું પોતપોતાની કર્મશક્તિઓની સાથે સૂક્ષ્માવસ્થામાં રહેવું તે.

9. મુક્તિ એટલે બંધન મુક્તિમાં રહેવું તે.

આ નવ લક્ષણે કરીને ભગવાનનું આશ્રયરૂપ સ્વરૂપ જાણવામાં આવે છે.

વચનામૃત - 2

સંવત 1882 કાર્તિક સુદિ - 13 = તા.23-11-1825, ગુરુવાર

તાસતાનો સુરવાળ = ચળકતા રેશમી કાપડનો સુરવાળ.

नारायणपरा वेदा = વેદો નારાયણનું જ પ્રતિપાદન કરે છે, ઇંદ્રાદિક દેવો નારાયણના અંગથી જ ઉત્પન્ન થયેલા છે, સ્વર્ગ આદિ લોકોના નારાયણ જ સ્વામી છે, યજ્ઞો નારાયણનું જ આરાધન કરે છે, તે જ રીતે યોગ, તપ, જ્ઞાન અને ગતિ એ સર્વે નારાયણ પર છે. શ્રીમદ્ ભાગવતના દ્વિતીય સ્કંધના અધ્યાય 5નો શ્લોક 15-16.

वासुदेवपरा वेदा = વેદો, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપ, ધર્મ ને ગતિ તે વાસુદેવ પર જ છે. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધના અધ્યાય 2ના શ્લોક 28-29.

વચનામૃત - 3

સંવત 1882 કાર્તિક વદિ - 11 = તા.6-12-1825, બુધવાર

વડવાનળ અગ્નિ = સમુદ્રમાં રહેલો અગ્નિ, સમુદ્રના તળિયામાં રહેલી ગરમી, તે સમુદ્રના જળે છંટાઈ ઓલાવાને બદલે પ્રજ્વળ્યા કરે છે, સમુદ્રનું જળ તે અગ્નિથી શોષાય છે. વડવા (= ઘોડી) + અનલ (= અગ્નિ)

વચનામૃત - 4

સંવત 1882 માગશર સુદિ - 10 = તા.19-12-1825, મંગળવાર

વચનામૃત - 5

સંવત 1882 માગશર વદિ - 4 = તા.29-12-1825, શુક્રવાર

વાંકડાં પ્રશ્ન = વાંકુ, ન સમજાય તેવું તે વાંકડું, તેવા અઘરા પ્રશ્નો.

ઉસીકું = ઓશીકું, તકિયો.

दैवी ह्येषा गुणमयी = દુ:ખે કરીને પણ ન તરાય તેવી જે મારી ગુણમયી માયા છે, તેને જે પુરુષ મને પામે છે તે તરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 7, શ્લોક 14. જુઓ લો. પ્ર.વ.13.

सर्वर्मान् परित्यज्य = જુઓ ગ.મ.પ્ર.વ.9નું વિવરણ.

કળાઈ આવે = જણાઈ આવે, દેખાઈ આવે.

ભીડો = અતિશય ગિરદી, સખત ભીંસ, ઠઠ, ભરાવો.

વચનામૃત - 6

સંવત 1882 માગશર વદિ - 11 = તા.4-1-1826, ગુરુવાર

દુભિર્ક્ષ વર્ષ = દુકાળનું વર્ષ.

લક્ષાવધિ = અસંખ્ય, અનેક.

વચનામૃત - 7

સંવત 1882 માગશર વદિ - 14 = તા.7-1-1826, રવિવાર.

धाम्ना स्वेन = જુઓ પં.પ્ર.વ.7નું વિવરણ.

વચનામૃત - 8

સંવત 1882 પોષ સુદિ - 4 = તા.12-1-1826, શુક્રવાર

વચનામૃત - 9

સંવત 1882 પોષ સુદિ - 8 = તા.16-1-1826, મંગળવાર

વચનામૃત - 10

સંવત 1882 પોષ સુદિ - 11 = તા.19-1-1826, શુક્રવાર

ભાદરણના કોઈક પાટીદાર = ભગુભાઈ.

સામ, દામ, દંડ, ભેદ = સમજાવીને સમાધાનપૂર્વક કામ કાઢી લેવાનો પ્રકાર તે સામ, ધન આપીને વશ કરવા તે દામ, શિક્ષારૂપે દંડ દઈ વશ કરવું તે દંડ ને દુશ્મનના પક્ષમાં ફૂટ પાડી તેનું બળ તોડવું તે ભેદ. આ ચાર પ્રકારની રાજનીતિ કહેવાય છે.

મૃગયા = શિકાર કરવો.

વચનામૃત - 11

સંવત 1882 પોષ સુદિ - 15 = તા.23-1-1826, મંગળવાર

વચનામૃત - 12

સંવત 1882 પોષ વદિ - 11 = તા.25-1-1826, ગુરુવાર

अहो अमी देववरामराचिर्तं = દેવવર અમરોએ પૂજેલા તમારા ચરણારવિંદને આ વૃક્ષો પુષ્પ ફળ, આદિક પૂજા સાધન લઈને પોતાની શિખા એટલે અગ્રભાગથી તમોને પ્રણામ કરે છે જેથી જે અજ્ઞાન (તમ)ને કારણે તેમને વૃક્ષ તરીકે જન્મ થયો છે તે અજ્ઞાન નાશ પામે. શ્રીમદ્ ભાગવત, દશમ સ્કંધ, અધ્યાય 15, શ્લોક 5.

વચનામૃત - 13

સંવત 1882 પોષ વદિ - 7 = તા.30-1-1826, મંગળવાર

ભાદરણના પાટીદાર = ભગુભાઈ.

વચનામૃત - 14

સંવત 1882 પોષ વદિ - 9 = તા.1-2-1826, ગુરુવાર.

વચનામૃત - 15

સંવત 1882 પોષ વદિ - 11 = તા.3-2-1826, શનિવાર.

વચનામૃત - 16

સંવત 1882 પોષ વદિ - 13 = તા.4-2-1826, રવિવાર.

મદ = ખુમારી, ગર્વ.

વચનામૃત - 17

સંવત 1882 પોષ વદિ - 30 = તા.6-2-1826, મંગળવાર.

જીવિતવ્ય = જીવન, જિંદગી.

ઉન્મત્ત = ગાંડું, ઘેલું.

વચનામૃત - 18

સંવત 1882 મહા સુદિ - 1 = તા.7-2-1826, બુધવાર.

जन्म कर्म च मे = જુઓ ગ.મ.પ્ર.વ.10નું વિવરણ

વચનામૃત - 19

સંવત 1882 મહા સુદિ - 2 = તા.8-2-1826, ગુરુવાર.

કાકવિષ્ટા = કાગડાનું ચરક, અતિ તુચ્છ પદાર્થ.

વચનામૃત - 20

સંવત 1882 મહા સુદિ - 3 = તા.10-2-1826, શનિવાર.

ઇંદ્રિયોની વૃત્તિ લોમ થઈ = ઇંદ્રિયોની વૃત્તિ વિષયોમાં જોડાઈ. (લોમ થવું એટલે જોડાવું, પ્રતિલોમ થવું એટલે નીકળી જવું, નોખું પડવું)