19
પરમ કૃપાળુ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ કૃપાળુ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, સદ્ગુરુઓ તથા અત્રે ઉપસ્થિત સર્વે સંત હરિભક્તોને અનેક વંદન સાથે પ્રણામ કરું છું.
સર્વોપરી પરમાત્માની ઉપાસના કરવાથી બીજી ઉપાસનાનો ભંગ થતો નથી. પતિવ્રતાની ટેક જતી નથી. જેમ રામચંદ્રજીથી શ્રીકૃષ્ણનો અવતાર મોટો. જો રામચંદ્રજી ભગવાનનો ભક્ત હોય અને શ્રીકૃષ્ણમાં જોડાઈ જાય તો એની ઉપાસનાનો ભંગ થતો નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યુંને કે ‘કોટી કૃષ્ણ કર જોડી’ કોટી કૃષ્ણ હાથ જોડીને ભગવાન સ્વામિનારાયણની સેવામાં ઊભા છે. તો ઉપાસનાની બાબતનો એક પ્રસંગ તમને કહું. અક્ષરપુરુષોત્તમ મંદિર જે શાહીબાગમાં છે, એમાં એક ઈશ્વર સ્વામી કરીને હતા, હર્ષદભાઈના દીકરા એ સંત છે. એમણે એક પ્રસંગે મને નિમંત્રણ આપીને પરાણે બોલાવ્યો. હું ગયો. ત્યાં હરે કૃષ્ણના ભક્તજનો એવી મસ્તીમાં કૃષ્ણની ધૂન લગાવતા હતા કે આપણને એમ થાય કે આટલી બધી લગની! એ વાતનો પ્રોગ્રામ પૂરો થયા પછી અક્ષરપુરુષોત્તમના એક ભક્તજને ઊભા થઈને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહ્યા. કૃષ્ણ કરતાં અનેક ગણા મોટા! તો એનું તબલું લઈને મારવા દોડ્યો! કે તારું માથું તોડી નાંખું! અમારા કૃષ્ણથી તું તારા ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કહી મોટા કહે છે? એટલે હું કેમ સાંભળી શકું? બધાએ એને પકડી રાખ્યો. પેલા બધા એમ બોલ્યા કે ભાઈ, હવે શમાવી લો. સ્વામીએ I am sorry એમ કહ્યું. હવે આપ બેસો.
હું ત્યાં હતો. મેં કહ્યું ભાઈ Sorry શા માટે? મેં કહ્યું જુઓ, I am not sorry, હું ઊભો થયો. હું દિલગીર નથી. આપ શ્રીકૃષ્ણ ભગવાનને સર્વોપરી પરમાત્મા માનો છો બરાબર? તો કહે હા. અચ્છા. તમે ભગવાનની મસ્તીમાં ખૂબ હતા એ જોઈને ખુશી થઈ, પણ તમે ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે દિવ્યસ્વરૂપમાં કહો? જો તમે હા કહેશો તો એનો જવાબ હું આપીશ. જો તમે દિવ્યસ્વરૂપમાં રહેતા હો અને ભગવાન શ્રીકૃષ્ણને જોયા હોય તો તમે આટલો ક્રોધ કરો ખરા? શ્રીકૃષ્ણ ભગવાનમાં ક્રોધ છે ખરો? પરમાત્મામાં ક્રોધ હોઈ શકે? એના મહામુક્તોમાં ક્રોધ હોય? તમે મહામુક્તો કહેવડાવો છો એ ખોટું છે. તમે શ્રીકૃષ્ણ ભગવાનને દિવ્યસ્વરૂપમાં જોયા નથી. How can you say that Shri Krishna is superior to Lord Swaminarayan? You have not right to say. તમારામાંથી એક જણ ઊભા થઈને કહો કે મેં ભગવાન શ્રીકૃષ્ણને દિવ્યસ્વરૂપમાં જોયા છે પછી આપણે આગળ ચાલીએ. કોઈ ઊભા ન થયા. મેં કહ્યું જો તમે હા પાડી હોત તો હું તમને પૂછત કે આ ભીંત પાછળ શું ચાલે છે એ તો કહો? આવરણ હટ્યું દીવાલનું? ત્યારે ભાઈ, ભગવાન સ્વામિનારાયણ શ્રીકૃષ્ણથી superior નથી એમ ન કહી શકાય. હું કહું છું કે He is superior. મને એવા સંત મળ્યા છે કે જેમણે આરપાર જોઈને મને કહી દીધું. એમણે એમ કહ્યું કે અનંત બ્રહ્માંડ સોંસરું હું દેખું છે. અને તમે તો દિવ્યદર્શન થયા પહેલા તબલું લઈને મારવા દોડ્યા એ અધિકાર છે? તમે શ્રીકૃષ્ણ ભગવાનના ગુનેગાર થયા. Now you say 'we are sorry', we are not sorry બરાબર છે ને? પછી કહે, અચ્છા ચાલો forgive each other. આપણે એકબીજાના વાંક ભૂલી જઈએ. તો જુઓ, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ તો અનુભવથી ખબર પડે. જ્ઞાનથી સમજાવી શકાય છે, પણ ખરું તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ તો અનુભવનો પ્રશ્ન છે. તો મારું કહેવું એમ છે કે આપણે કોઈને ફરજ નહિ પાડવાની, પણ પ્રેમથી સમજાવી શકાય. અને જો એ પોતાના અવતારોની ઉપાસના મૂકી દે અને સર્વોપરી તત્વમાં જોડાય, તો ઉપાસનાભંગ ક્યાં રહ્યો? એ બધા જ અવતારો એ તત્વમાંથી જ પ્રગટ થાય છે ને એમાં જ લીન થાય છે તો પતિવ્રતાની ભક્તિ ક્યાં ગઈ? જતી નથી. આપણે તુલસીદાસજીના જેવી પતિવ્રતાની ભક્તિ કરવી. તે માટે આપણે પતિવ્રતાની કેટલી હદે જતા રહેવું જોઈએ વિચારો.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય! બાપાશ્રીની જય!
સારાંશ
બીજા અંશાવતારની ઉપાસના છોડી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમની ઉપાસના કરવાથી ઉપાસના ભંગ થતો નથી. ભગવાનને પામવાના પથ પર ચાલનારમાં ભગવાનના કલ્યાણકારી ગુણો આવે છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ અનુભવનો વિષય છે. બીજા અવતારોની ઉપાસનાવાળાને કોઈ જાતની ફરજ ન પાડતા સર્વોપરી તત્વજ્ઞાન સમજાવવું જેથી પોતાની મેળે એ સર્વોપરી તત્વમાં જોડાશે.