21
જુઓ કે એક નાનો બાળક અહીં મંચ ઉપર આવીને જો નીડર રીતે, જરાય ગભરાયા વગર બોલે છે એ શું બતાવે છે કે મહારાજ એનામાં અંતરપડદે રહીને બોલ્યા. ત્યારે મહારાજને બાળકોએ ખૂબ રાજી કર્યા છે. તો આવા બાળકોએ નાનપણથી જ ભગવાનનું જ્ઞાન લઈ પચાવીને અને મોટા થઈ બહાર પ્રસરાવે તો કેટલો બધો સમાસ થાય!
એક શબ્દમાં જ વાત કે મૂર્તિમાં રાખ્યા છે તે મૂર્તિ જ જોવાની. પાંસઠ વર્ષ પછી તદ્દન એવું કરી મૂકવું જોઈએ. એ પહેલા તો બધું કામ કરવું પડે. એક મૂર્તિમાં જોડાઈને બેસી રહો તો મહારાજ ઠપકો આપે. કે હું કહું એમ કરવાનું. હું કહું છું કે તમે અમારું કાર્ય ખૂબ કરો અને તમારે સુખ જોઈએ છે તો સુખ આપવાવાળો હું છું, આપી દઈશ. આ છેલ્લો જન્મ કર્યો એ થોડી વાત છે? જે અનંત જન્મે પાર ન આવે એ આ એક જન્મે જ કર્યું હવે શું કામ અધીરા થાવ છો? તો કામ કરીએ. પાંસઠ વર્ષ સુધી સત્સંગનું સરસ કામ કરીએ અને સાથે સાથે મૂર્તિનો સંબંધ પણ રાખીએ. આ ત્રણ કલાકમાં મૂર્તિ સિવાય કોઈ વાત થઈ? તો આપણને મૂર્તિનો સંબંધ રહે છે. જેટલો રખાય એટલો. બાકી ભગવાને અંદર રાખ્યા જ છે એ તો બરાબર કે નહિ? તો બસ પછી. આપણે મૂર્તિનો સંબંધ રાખવાનો અને દેરક કામ સરસ રીતે બજાવવાનું અને આપણું શરીર પણ સરસ રાખવાનું.
સારાંશ
નાનપણથી જ બાળકોને સાચું જ્ઞાન આપવું જેથી મોટા થઈ તેઓ તેનો પ્રચાર કરે. જીવનના પાંસઠ વર્ષ સુધી ભગવાનને સાથે રાખી દરેક કાર્ય ફરજ સમજી કરવું. સત્સંગકાર્ય પણ કરવું તો જ ભગવાન રાજી થઈ પોતાની મૂર્તિનું સુખ આપે છે.