૧૮ - સંબંધીમાંથી હેત ટાળવું
ગઢડા પ્રથમ પ્રકરણમ્ (૩૭)
પોતાને આત્મારૂપ માને તો જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટળી જાય છે ને શ્રીજીમહારાજની ભક્તિ વિના બીજા ઘણા ગુણ હોય તો પણ તેની સાથે હેત ન કરવું. (૩૭)
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૩૨)
ત્રણ દેહથી નોખો પોતાના જીવાત્માને જાણીને તેને વિશે શ્રીજીમહારાજની મૂર્તિને ધારીને તેમનું સ્મરણ કરે તો કુટુંબીનો સંબંધ ટળી જાય છે. (૩૨)
ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૧૯)
કામનાવાળા તથા કુટુંબીમાં હેતવાળા ત્યાગી પશુ જેવા છે. તેમાં પણ કુટુંબીને વિશે હેતવાળાનો તો શ્રીજીમહારાજને અતિશે અવગુણ આવે છે, માટે ત્યાગીએ લેશ માત્ર પોતાના સંબંધી સાથે હેત ન રાખવું, અને પોતાની ચાકરી કરતો હોય તેના ઉપર પણ હેત ન રાખવું ને આ વાત નિત્ય કહે અથવા સાંભળે નહિ તેણે ઉપવાસ કરવો. (૧૯)