૯ - પક્ષ
ગઢડા મધ્ય પ્રકરણમ્ (૫, ૨૬)
શ્રીજીમહારાજને વિશે પતિવ્રતાપણું ને શૂરવીરપણું રાખવું ને પોતાના પતિ જે શ્રીજીમહારાજ તેમનું કોઈ ઘસાતું બોલે એવા પાજીલાવની છાયામાં શ્રીજીમહારાજના ભક્તે દબાવું નહિ ને શ્રીજીમહારાજ ને તેમના ભક્તોનો પક્ષ રાખવો અને જે વિમુખનો પક્ષ રાખે તે પણ વિમુખ થાય. (૫)
ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ, જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. (૨૬)
ગઢડા છેલ્લું પ્રકરણમ્ (૭)
જેને કલ્યાણને ઇચ્છવું હોય તેણે શ્રીજીમહારાજ ને તેમના સંતને જ સુખદાયી જાણીને તેમને વિશે આત્મબુદ્ધિ રાખવી ને શ્રીજીમહારાજના ભક્તનો પક્ષ રાખવો, ને તેમનો અભાવ આવવા દેવો નહિ, ને એમના જેવું બીજું કોઈ વહાલું રાખવું નહિ, તો અતિ બળવાન જે કામાદિક શત્રુ તે પરાભવ કરી શકે નહિ. (૭)