11

0:000:00

મૂર્તિ ક્ષણ પણ ભૂલાય નહિ એનો અભ્યાસ કેવી રીતે કરવો? દરેક ક્રિયા કરતાં પહેલાં એક-બે સેકંડ મહારાજને સંભારવા. હું આમ ચશ્મા કાઢું તો ય એ વખતે ક્રિયા તો કરી જ ને? તો એ વખતે પણ એક સેકંડ મહારાજની મૂર્તિની સ્મૃતિ કરવાની. જમતી વખતે તો મહારાજની સ્મૃતિ તો તરત થવી જોઈએ. એ વખતે તો કંઈ કામ હોય નહિ. જમવા સિવાય કોઈ પ્રવૃત્તિ ખરી? તે વખતે મહારાજ જમે છે એવો ભાવ ન રહે? આપણે દૃષ્ટા રહેવાનું. મહારાજની મૂર્તિને નિત્ય નીરખવી. મહારાજનું જે સ્વરૂપ ગમે તેનું દરેકે દરેક અંગ કેવું છે તે બરાબર નીરખવાનું. આમ જુઓ ત્યારે એમ લાગે કે આ મહારાજની આંગળી દેખાય છે.


સારાંશ

આપણને ગમતું મહારાજનું સ્વરૂપ બરોબર યાદ કરી લઈ દરેક ક્રિયામાં એમને યાદ કરી સાથે રાખવા.