16

0:000:00

બર્નાર્ડ શૉ નામના એક લેખક અને મહાન intelligent giant જેને કહીએ એવા poet થઈ ગયા. તે માણસે મહામુસીબતે અરવિંદ ઘોષની મુલાકાત મેળવી. ઘણા પ્રયત્ને મુલાકાત આપી. અરવિંદ ઘોષ ના પાડતા હતા કે મળીને શું કામ છે? તમે જે વાત કહેવી હોય તે લખીને મોકલી દો હું જવાબ આપી દઈશ. બર્નાર્ડ શૉ કહે કે ના, હું રૂબરૂ કહું તો જ મને ઠીક પડે. પછી ગાંધીજીની ભેગા થઈને થોડો પ્રયત્ન કર્યો ત્યારે થોડી મુલાકાત આપી. તો બર્નાર્ડ શૉએ વાતવાતમાં એમ ઉચ્ચાર્યું કે There is no season for a man to be corrupt. માણસ સંત જેવો લાગતો હોય, પણ ક્યારે કાંઈ જુદી જ કે વિરુદ્ધ જાતનો થઈને ઊભો રહે એના માટે કોઈ ઋતુ નથી. માણસ ક્યારે બગડે એની ઋતુ નથી. ત્યારે શ્રી અરવિંદે કહ્યું કે, એક સુધારો અંદર ઉમેરી લો. તો કહે શું? An enlightened person is an exception in this matter. Enlightened person can never become corrupt. એનો અર્થ એ કે મહારાજની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત હોય તેને કોઈ પણ સીઝન કે કોઈ પણ ઋતુ કે કોઈ પણ સંજોગોમાં બગડવાનો કે પતન થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.

ગાંધીજીએ એકવાર એમ કહેલું કે માંદા પડવું એ ગુનો છે. Crime કીધો crime. બીજા પાસે સેવા કરાવવી પડે, આવો સરસ દેહ વળી માંદો રહે, હેરાન થવું પડે. એટલે વારે વારે માંદુ પડવું એ ગુનો છે. શરીર સરસ રીતે સાચવવું જોઈએ. તો આપણા સંતો મંદવાડ ગ્રહણ કરતા તેનું કેમ? મેં કહ્યું કે એ મંદવાડ જ નહોતો. એ તો મંદવાડ ગ્રહણ કરતા. જો એ મંદવાડ જ ન હોય, તો Crime રહ્યો જ ક્યાં? બીજાના મંદવાડમાં અને અનાદિમુક્તના મંદવાડમાં આટલો ફરક છે. બીજાના મંદવાડ માટે Crime બરાબર છે, પણ અનાદિમુક્ત માટે તો જેમ શ્રી અરવિંદે કહ્યું, ને કે he is an exception. તેમ અનાદિમુક્ત કે જે મૂર્તિના અલૌકિક દિવ્ય સુખને પામ્યા હોય તેવા મુક્તો આ બાબતમાં અપવાદરૂપ છે. કારણ કે એ તો સદા નિરોગી છે, એને રોગ થવાનો કોઈ સવાલ જ નથી. એનું તો શરીરેય નિરોગી અને ચૈતન્યેય નિરોગી છે. પરંતુ કોઈ કારણસર માનવજાતની સેવા કરવા માટે અને કોઈનું ભલું કરવા માટે કોઈના મંદવાડ ગ્રહણ કરી લે અને એને સુખી કરી નાખે એટલા માટે જ આ મંદવાડ હોય છે એટલે Are Anadimuktas an exception? Is Gandhiji correct? ગાંધીજી સાચા છે. સાધનદશાવાળા માટે, નહિ કે સિદ્ધદશાવાળા માટે. એટલે એ વાતનું આ સમાધાન. એ પ્રશ્ન મને પૂછેલો. મેં કહ્યું ભાઈ આમ છે.


સારાંશ

અનાદિમુક્તને પતન થવાનો પ્રશ્ન હોતો જ નથી. તેમના દ્વારા દરેક ક્રિયા મહારાજ કરે છે. મહારાજ ક્યારેય કોઈ ખોટું કાર્ય કરે જ નહિ.

અનાદિમુક્ત મંદવાડ ગ્રહણ કરે છે તે બીજાને સેવા મળે તે અર્થે કરે છે. બાકી સાધનદશાવાળાને પોતાની બેદરકારીથી માંદા પડવું એ ગુનો છે.