૧૨. ભેદભાવના ખોટા ખ્યાલોનો ત્યાગ

0:000:00

હિન્દુ ધર્મમાં, હિન્દુ સિવાયની અન્ય કોમો, જેવી કે-- પારસી, મુસલમાન, ખોજા, જૈન, ખ્રિસ્તી વગેરેને સામેલ કરવામાં સ્વામિનારાયણનો ફાળો અનન્ય છે. 'આત્માને જાતિ, વર્ણ કે આશ્રમ હોતાં નથી. ભગવાનને ત્યાં તો એવો કોઈ ભેદ જ નથી. ત્યાં તો બધાંની એક જ જાતિ છે. સત્ત્વગુણમાં અને સત્કર્મોમાં જે સ્થિર થાય તેમની જાતિ ઊંચામાં ઊંચી છે,' એમ જણાવી કોમભેદ, જાતિભેદ, રંગભેદ અને ધર્મભેદના ખોટા ખ્યાલો દૂર કરીને તેમણે ભાવનાત્મક એકતા સ્થાપી અને લોકોમાં ભ્રાતૃભાવ વધારી આત્મીયતા આણી.