૧૬. બ્રહ્મચર્યાશ્રમનું પુનઃસ્થાપન
0:000:00
સ્વામિનારાયણે બ્રહ્મચર્યનો અસરકારક ઉપદેશ આપીને સમાજમાંથી ચારિત્ર્યની શિથિલતા દૂર કરી; અને સ્ત્રીપુરુષનાં શીલની રક્ષા કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું. પોતાના શિષ્યોનાં ચારિત્ર્યશીલ અને સંયમી જીવન દ્વારા તેમણે નિરંકુશ અને સ્વચ્છંદી બની ગયેલ ત્યાગી સાધુઓને સુધાર્યા; અધઃપતન પામેલ ધર્મગુરુઓ માટે સંયમનો આદર્શ બેસાડ્યો; અને લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃસ્થાપિત કર્યો.