૭. વિચારસરણીનું શુદ્ધિકરણ

0:000:00

રામાનંદસ્વામીના દેહોત્સર્ગ પછી સ્વામિનારાયણે પોતાના અવતારી કાર્યનો પ્રારંભ સાધુઓનાં જુદાં જુદાં મંડળો બાંધીને કર્યો. દરેક મંડળને ભિન્ન ભિન્ન પ્રદેશમાં ઉપદેશ કરવા મોકલ્યું; પોતે પણ એક મંડળ લઈને ફર્યા. આમ સ્વામિનારાયણે પ્રથમ પોતાનાં સંતમંડળો દ્વારા ભાગવત ધર્મનો દિવ્ય સંદેશ ઘેરઘેર પહોંચાડ્યો ને લોકોની વિચારસરણી શુદ્ધ બનાવી તેમને આત્મોન્નતિને માર્ગે વાળવા માંડ્યા.