૨૦. માનવકલ્યાણ માટે મંદિરોની રચના
0:000:00
સમગ્ર માનવપરિવારની પરમ શાંતિ અર્થે સ્વામિનારાયણે સુંદર સુવિધાઓવાળાં, યમ-નિયમ-સંયમે યુક્ત સાધુ-પરમહંસોથી શોભી ઊઠતાં, ભજન -કીર્તનોથી ગુંજતાં અને પરબ્રહ્મ પરમાત્માનો દિવ્ય પ્રકાશ પ્રસરાવતાં મંદિરો રચ્યાં. તેમણે કહ્યું: 'મન અને ઇંદ્રિયોનું જ્યાં આરોહણ થાય અને પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં સ્થિર થવાય, તે સ્થળ સાચું મંદિર.'