૨૧. ઉત્સવ-સમૈયાનું આયોજન
0:000:00
મનુષ્યોને જીવનમાં સાત્ત્વિક આનંદ તથા ઉત્સાહ મળે અને સાથે સાથે ધર્મ, જ્ઞાન ને ભક્તિના ઉચ્ચ સંસ્કારો પ્રાપ્ત થાય એ માટે ઉત્સવ-સમૈયા અને સંમેલનોનું સ્વામિનારાયણે સુંદર આયોજન કર્યું. આવા સમૈયા સ્થળે સ્થળે થતા. ત્યાં જ્ઞાનવાર્તાઓ થતી. આને પરિણામે સંઘબળ ને ભ્રાતૃભાવ પણ વ્યાપક બન્યાં.