૧૮. સંઘર્ષ-વિવાદનો ત્યાગ
0:000:00
નારાયણ અને શિવજી બંનેનું વેદમાં એકાત્મપણું પ્રતિપાદન કરેલ છે, એમ બતાવીને તેમણે શૈવ અને વૈષ્ણવ વચ્ચે ચાલતો સંઘર્ષ મટાડ્યો. તેમણે જ્ઞાનમાર્ગ અને કર્મયોગ વચ્ચે સમન્વય કરીને બંનેનો આશ્રય રાખવા જણાવ્યું. કેવળ ધર્મ કે કેવળ જ્ઞાન કે કેવળ વૈરાગ્ય એ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં સાધનભૂત નથી, પરંતુ એ ત્રણેયનો જો ભક્તિ સાથેનો સમન્વય થાય તો જ અહંમમત્વના ભાવો ટળે ને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, એ સત્યની યથાર્થતા પોતાના જીવન દ્વારા બતાવીને તેમણે જ્ઞાનના વિવાદ માત્ર ટાળ્યા.