માનસી પૂજા-૨
સવારે સાડા દસથી સાડા અગિયાર વાગ્યા સુધીમાં બીજી માનસી પૂજા કરવી. શ્રીજીમહારાજ દિવ્ય વસ્ત્ર-આભૂષણો ધારી દિવ્ય સિંહાસન પર બિરાજ્યા છે. જમવાનો સમય થતાં શ્રીહરિજી સ્નાન કરી પીતાંબર પહેરી, શ્વેત વસ્ત્ર ઓઢી સુશોભિત બાજોઠ ઉપર બિરાજે છે. સોનાનાં થાળી-વાડકામાં શ્રીહરિજીને વિવિધ પકવાન-ફરસાણ-શાક-દાળ વગેરે દિવ્ય ભોજન પીરસી પ્રેમપૂર્વક ગદગદ કંઠે આગ્રહ કરીને જમાડવા. સર્વે મુક્તો શ્રીહરિજીનાં દર્શન કરે છે. શ્રીજી જમીને તૃપ્ત થઈ સુગંધી જળપાન કરી મુખવાસ લઈ પલંગ ઉપર બિરાજે છે. શ્રીહરિજીનાં દર્શન, સ્પર્શરૂપ પ્રસાદ લઈ શ્રીહરિજીનું ધ્યાન કરવું.