રે શ્રીજી તમે સાચું નાણું

રાગ : ગરબી
રે શ્રીજી તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું;
રે શ્રીજી તમે સાચું નાણું.      ટેક.
રે તમ વિના સુખ સંપત કહાવે, તે તો સર્વ મહાદુઃખ ઉપજાવે;
અંતે એમાં કામ કોઈ નાવે.      રે શ્રીજી.
રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હાં રે શિર પટકી;
એથી મારી મનવૃત્તિ અટકી.      રે શ્રીજી.
છે અખંડ અલૌકિક સુખ સારું, તે જોઈ જોઈ મન મોહ્યું મારું;
ધરા ધન તમ ઉપર વારું.      રે શ્રીજી. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું;
મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું.      રે શ્રીજી.