શણગાર આરતી

રાગ : બિલાવર કરત સીંગાર આરતી ભોર, કરત સીંગાર આરતી ભોર; વિરહકો તાપ સંતાપ મીટત સબ, નીરખત હરિવર ધર્મકિશોર.      કરત. કંચન થાર કપૂરકી બાતી, આરતી ઉતારે ઇન્દ્ર કર જોર; નાચત નભ અપછરા મુદિતમન, દેવ કરત અતિ દુદંભિઘોર.      કરત. ભવ બ્રહ્માદિક આયે દરશહિત, જય જય શબ્દ હોત ચહુ કોર; મુક્તાનંદકો નાથ પ્રગટ પ્રભુ, શોભાધામ મદનમદ તોર.      કરત.

રાગ : બિભાસ કરત સીંગાર સબહી શોભા નિધિ, નિજજન મનરંજન ઘનશ્યામ; કનક કડાં પોંચી બાજુબંધ, ઉર મનિમાલ ધરી અભિરામ.      કરત. કાનમેં મકરાકૃત કુંડલ શીશ, મુગટ ઝળકત છબીધામ; કટિ કિંકની પાય નૂપુર બાજત, ઉર રાજત વૈજંતી દામ.      કરત. શોભા ધામ નીરખી હરિવરકું, નિજ મન પાવન વિશ્રામ; મુક્તાનંદ કહે સહજાનંદકી, છબી પર વારું કોટિ કામ.      કરત.

ધૂન

'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન (ઉચ્ચ સ્વરે તાળી પાડીને કરવી-- ૫ થી ૧૦ મિનિટ)