સંધ્યા આરતી
જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી; સહજાનંદ દયાળુ (૨), બળવંત બહુનામી. જય. ચરણસરોજ તમારાં, વંદું કર જોડી; (૨) ચરણે શીશ ધર્યાથી (૨), દુઃખ નાખ્યાં તોડી. જય. નારાયણ નર ભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી; (૨) પામર પતિત ઉદ્ધાર્યા (૨), અગણિત નરનારી. જય. નિત્ય નિત્ય નૌતમ, લીલા કરતા અવિનાશી; (૨) અડસઠ તીરથ ચરણે (૨), કોટિ ગયા કાશી. જય. પુરુષોત્તમ પ્રકટનું, જે દર્શન કરશે; (૨) કાળકર્મથી છૂટી (૨), કુટુંબ સહિત તરશે. જય. આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી; (૨) મુક્તાનંદ કહે મુક્તિ (૨), સુગમ કરી સિદ્ધિ. જય.
સંધ્યા આરતી
આરતી પ્રગટ પ્રભુજીકી કીજે, ચરણ કમળ લખી અંતર લીજે. આરતી. સનકાદિક નારદ ત્રિપુરારી, વિમળ નામ રટે વારંવારી. આરતી. અનંતકોટિ ભુવનેશ ભવાની, સબવિધ મહિમા શકત નહિ જાની. આરતી. ધરત ધ્યાન દ્રઢ યોગી મુનીશ્વર, શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર. આરતી. નરનાટક ક્ષર અક્ષર ન્યારા, પુરુષોત્તમ પૂરણજન પ્યારા. આરતી. નૌતમ રૂપ અકળ છબી ન્યારી, બ્રહ્માનંદ જાવત બલિહારી. આરતી.
ધૂન
'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન
(ઉચ્ચ સ્વરે તાળી પાડીને કરવી-- ૫ થી ૧૦ મિનિટ)