ઐશ્વર્યદર્શન : ૧૦

0:000:00

મુંબઈમાં રહેતા એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ હરિભક્તને હૃદયના વાલ્વની તકલીફ તથા હૃદયની બધી નળીઓ બ્લોક થઈ ગયેલી હતી. તેમને હૃદયના વાલ્વનું ઑપરેશન તથા બાયપાસ ઑપરેશન - એમ બંને અતિ જોખમી ઑપરેશન કરાવવા પડે તેમ હતાં. ડૉક્ટરોએ થોડું જોખમ છે એમ જણાવતા હરિભક્ત પોતે તેમ જ ઘરના સર્વે ચિંતિત થઈ ગયા. મુશ્કેલીમાં હંમેશાં ભગવાન વધુ સાંભરે. આથી ઘરના સર્વે મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. હરિભક્તે વિચાર્યું ઑપરેશન કરાવતા પહેલાં પૂ. માસીને પ્રાર્થના કરી તેમના આશીર્વાદ જરૂરથી લેવા. તેમની પ્રાર્થના મહારાજ સાંભળે છે. એકવાર તેમના આશીર્વાદ મળી જાય પછી કોઈ જાતની ચિંતા નહિ.

હરિભક્તે માસીને પ્રાર્થના કરી ને એ વખતે માસીએ તેમને આશીર્વાદ આપ્યા કે મહારાજ તમને કાંઈ વાંધો આવવા નહિ દે. બંને ઑપરેશન સફળ જશે અને આપને સારું થઈ જશે. માસીના આશીર્વાદ મળતા હરિભક્તને શાતા વળી, મનમાં હિંમત આવી ને તેમણે બંને ઑપરેશનો એકસાથે કરાવ્યાં ને બંને સફળ રીતે પાર પડ્યાં ને હરિભક્ત સાજા થઈ ગયા.

મુક્તોનાં આશીર્વચનો જોખમી લાગતાં કાર્યોને પણ સરળ બનાવી સફળ બનાવે છે.