ઐશ્વર્યદર્શન : ૧૨

0:000:00

થોડાં વર્ષો પહેલાં ચિકનગુનિયાનો રોગ ઘણો ફેલાયેલો હતો. એ અરસામાં એક ચૌદ વર્ષના કિશોરને તે લાગુ પડ્યો ને તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તેને પગમાં મોટા ફોલ્લા થઈ ગયા હતા ને તે ફોલ્લા અસહ્ય પીડા આપતા હતા. પીડા સહન ન થતાં કિશોર એવું બોલ્યા કરે કે મારે આપઘાત કરી મરી જવું છે. ઉપરથી પડીને કે હાથની નસ કાપીને હું મરી જઈશ, મને કોઈ ઝેર આપી દો. આમ તેની અસહ્ય વેદના આવા પ્રલાપો દ્વારા બહાર વ્યક્ત થતી હતી.

એક સેવિકાએ કિશોરની વેદનાની વાત માસીને કરી અને કહ્યું કે, ‘‘માસી, હવે આપ જ તેને આ પીડામાંથી બહાર લાવો.’’ માસીએ દયા લાવી મહારાજને પ્રાર્થના કરી અને સેવિકાને ચરણરજ આપતાં કહ્યું, ‘‘આ ચરણરજ તેને લગાડજે એટલે તેની પીડા શમી જશે ને મહારાજ તેને સારું કરી દેશે.’’ માસીના કહ્યા પ્રમાણે સેવિકાએ તે કિશોરને ચરણરજ લગાડ્યા બાદ કિશોરની વેદના સાવ શમી ગઈ. વેદના શમતા તે શાંતિથી સૂઈ ગયો. વેદનાને કારણે તે દિવસો સુધી સૂઈ શક્યો ન હતો. ધીમે ધીમે તેના ફોલ્લા સુકાઈ ગયા ને રોગ પણ મટી ગયો. આથી ઘરના સર્વેને શાંતિ થઈ. તેની માતાએ કિશોરના સાજા થઈ ગયાના સમાચાર માસીને ફોન દ્વારા આપ્યા ને માસીનો ઉપકાર માન્યો.