૫૫. બાવરી કર ડારી

રાગ હોરી દીપચંદી


પદ ૧

બાવરી કર ડારી, મોહન બનવારી. બાવરી.

રંગભર કર પિચકારી લહીકે, રંગ ડારી સારી;

તબ મોહે ખબર રહી નહિ સજની, સૂધ હર લીની હમારી. મો.૧

અબિલ ગુલાલકી ધૂમ મચાવત, પકરી ચૂનરિયાં ફારી;

કેસર કુમકુમ લે મુખ મિડ્યો, શ્યામ સુંદર સુખકારી. મો.૨

અંબુજ અરુન પત્ર સમ લોચન, મોચન ભવ દુઃખહારી;

અવધપ્રસાદ નાથ સંગ ખેલી, બરજ બરજ રહી હારી. મો.૩


પદ ૨

મોહન બરજોરી, ખેલે રંગભરી હોરી. મોહન.

રંગભર ધૂમ મચાવત રસિયો, શ્યામ સખા સંગ હોરી;

ઇત ઉત ભ્રમત શ્રવત અંગ રંગસેં, કહાં કહું મતિ થોરી. ખે.૧

બાજત દુદંભી બાજાં ગગનમેં, ધૂમ મચા ચહુંકોરી;

સો દેખન ધૂમ આત બ્રહ્મા ભવ, ઠાઢ રહેકર જોરી. ખે.૨

નેન નિહારી રહે સુરનર મુનિ, જેસેં હી ચંદ ચકોરી;

અવધપ્રસાદ નાથ સંગ ખેલત, એસેહી લાખ કરોરી. ખે.૩


પદ ૩

હોરી ખેલત દોઉં ભૈયા, રંગ ધૂમ મચૈયા. હોરી.

ધૂમ મચૈયા શ્યામ સુખદૈયા, જન પર રંગ બરસૈયા;

હસી મુસાયકે મન હર લીનો, સુંદર શ્યામ કનૈયા. રં.૧

ખાન પાન તન ભાનકું ભૂલી, શ્યામ ચરન ચિત્ત રૈયા;

લોક લાજ મરજાદ ત્યાગ કરી હરિ સંગ હોરી ખેલૈયા. રં.૨

સુંદર શ્યામ છબી મનમાની, ચંદન ખોર કરૈયા;

અવધપ્રસાદ નાથ કે ઉપર, વાર વાર બલજૈયા. રં.૩


પદ ૪

શ્યામ સુંદર સુખદાની, લખી રૂપ લોભાની. શ્યામ.

રૂપ લોભાની છબી મનમાની, ચરન કમલ લપટાની;

પ્રેમ મગન ભઈ તન સૂધ ભૂલી, નીરખી મેં રૂપનિધાની. લ.૧

મોર મુગટ શિર કાનમેં કુંડળ, સુંદર ચંચલવાની;

કેસર તિલક ભાલ બિચ નીરખી, મૂરતિ મન ઠહરાની; લ.૨

શ્રી ઘનશ્યામ મનોહર મૂરતિ, પ્રીત કરી ઉર આની;

અવધપ્રસાદ નાથકો મહિમા, ગાવત હે મુનિ જ્ઞાની. લ.૩



શબ્દાર્થ સૂચી

પદ ૧

અંબુજ - કમળ


પદ ૨

ઇતિ ઉત ભ્રમત - અહીં તહીં ભમવું

શ્રવત – નિતરવું

ઠાઢ રહે કર જોરી - હાથ જોડીને ઊભા રહ્યા

કરોરી - કરોડ (સંખ્યા)દ્બસો દેખન - એને જોવા


પદ ૪

રૂપ લોભાની - આકર્ષિત કરે તેવી

રૂપનિધાન - રૂપનો સાગર