૬. સુંદર શ્રી ઘનશ્યામકી

રાગ કલ્યાણ


પદ ૧

સુંદર શ્રી ઘનશ્યામકી, મૂરતિ મનમાની. સુંદર.

શિર ધરી પાઘ શેખર બિચ શોભે,

નીરખી બદન સુખધામકી. મૂરતિ.૧

પલ પલ છિન છિન બિસરત નાંહી,

રટના લાગી યાકે નામકી. મૂરતિ.૨

કામ કાજ મેં તો વિષ સમ લાગત,

દેખી શોભા ઉર દામકી. મૂરતિ.૩

અવધપ્રસાદ રહો દગ આગે,

શુભ છબિ મન અભિરામકી. મૂરતિ.૪


પદ ૨

સહજાનંદ સુજાનકી, છબી અંતર આની. સહજાનંદ.

ઉર પર હાર ગુલાબ કે ધારે, કરુણાનિધિ ભગવાનકી. છબી.૧

જરકસી જામા પેહિરે તન સુંદર,

કુંડળ જ્યુત શોભા કાનકી. છબી.૨.

ગજરા બાજુ બંધમેં નીરખે, સુંદર ભીને વાનકી. છબી.૩.

અવધપ્રસાદ નીરખી યહ શોભા,

સૂધ બિસરી ખાન પાનકી. છબી.૪.


પદ ૩

સુંદર મોહનલાલકી, બતિયાં મનમાની. સુંદર.

સૂની બતિયાં છતિયાં ભઈ શીતળ,

શ્રવણ કરી ગોપાલ કી. બતિયાં.૧

શુક નારદ અતિ પ્રીત કરી કેં,

બાત સૂનત વ્રજબાલકી. બતિયાં.૨

સહજાનંદ બાની અમૃત સર, જીવન દોરી મરાલકી.

અવધપ્રસાદ બાત સૂની પ્રીતે, મોહનરૂપ રસાલ કી. બતિયાં.૩


પદ ૪

સુંદર ધર્મકુમાર હો, તુમ રહો દગ આગે. સુંદર.

ધર્મ ધુરંધર ધર્મકે રક્ષક, અગનિત જનકે ઉધાર હો. તુમ.૧

જગકે તારન ભવદુઃખ ટારન, કરુણા સાગર યાર હો. તુમ.૨

ભક્ત કે વલ્લભ દુર્જન દુર્લભ, હરન ભૂમિકે ભાર હો. તુમ.૩

અવધપ્રદાસ કહે તુમ મહિમા, કોઉં ન પાવત પાર હો. તુમ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

શેખર - પાઘનો છેડો, છોગું

પલપલ છિનછિન - પળપળ ક્ષણક્ષણ

અભિરામ - અનેરું, સુંદર


પદ ૨

કુંડળ જ્યુત - કુંડળ સાથે

સૂધ બિસરી - ભાન ભૂલાવું


પદ ૩

બતિયાં – વાતો

છતિયાં - છાતી, હૃદય

શ્રવણ કરી – સાંભળીને

બાની – વાણી

મરાલ - પરમહંસ, સાધુ


પદ ૪

અગનિત - અગણિત, ન ગણી શકાય તેવું

હરન - હરનારા