૧૬. સખી નંદકુંવર કે સાથ
રાગ ધન્યાશ્રી
પદ ૧
સખી નંદકુંવર કે સાથ, લગન મોરી લાગ રહી, સખી.
લગન લગત ભઈ પરવશ ભારી,
નાંહિ નીકલગે ઓર ગાથ. લગન.૧
જબસેં મથુરાં શ્યામ ગયે હે, તબસેં ભઈ હું અનાથ. લગન.૨
પાતિ ન પઠઈ સાંવરે રે, રહે કુબરી સંગ નાથ. લગન.૩
અવધપ્રસાદ કહે કબ મિલહી, ચરનકમલ ધરું માથ. લગન.૪
પદ ૨
નિર્મોહી શ્રી ઘનશ્યામ, કપટ મોંસે બહુ કિયો, નિર્મોહી.
નિશદિન યાસૂ સૂરત લગી હે, સુંદરવર સુખધામ. ક.૧
ચિંતા બઢી મોરે ઉરમેં રે, કબ મિલી હે અભિરામ. ક.૨
મનહર મૂરતિ શામકી રે, બિસરત નહિ આઠો જામ. ક.૩
અવધપ્રસાદ હરિ વિનું અંતર, હોવત નહિ આરામ. ક.૪
પદ ૩
સખી શ્રી ઘનશ્યામ કે સંગ, રટન મોરી લાગ રહી, સખી.
રટના લાગી યાકે નામકી રે, બિસરત નહિ શુભ અંગ. ર.૧
બિરહ બિથા જારત હે સજની, હરિ બીનું મોહે અભંગ. ર.૨
નીરખે બિના કલના પરે રે, જૈસેં રૂપ પતંગ. ર.૩
અવધપ્રસાદ શ્રીકૃષ્ન મિલાઉ જબ, તબ મોય હોત ઉમંગ. ર.૪
પદ ૪
નિર્મોહી જગ આધાર, પીર મોરી ન જાની, નિર્મોહી.
જાઈ બસ્યો શુભ ધામમાં રે, હમતો ભઈ નિરાધાર. પીર.૧
પીર પીર કહી નાથ પોકારતી, દુઃખકો વાર ન પાર. પીર.૨
હરિ વિના કુન દુઃખ મેરો ટારે, સુખકારી કિરતાર. પીર.૩
અવધપ્રસાદ ઘનશ્યામશું રે, કહિયો પ્રણતી હમાર. પીર.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
ગાથ - વાણી
પદ ૩
રટન - રટના, રટણ
બિરહ બિથા જારત - વિરહની વ્યથા બાળે છે.
અભંગ - અખંડ
પદ ૪
પીર – પીડા
કુન – કોણ
પ્રણતી હમાર - અમારા પ્રણામ