૨૦. ગુલાબી પાઘ ધારી રે
રાગ દાદરા
પદ ૧
ગુલાબી પાઘ ધારી રે, સોહે સાંવરિયો. ગુ.
કેસર જામા ધરે અભિરામા, નીલો દુપટ્ટો શુભ ભારી રે. સો.૧
કેસર ધોરી અતિ રંગ રોરી, કર કંચન પિચકારી રે. સો.૨
રમે રસરંગે સબ પ્રફુલ્લિત અંગે, નિજ સખા ઘેરે ગિરધારી રે. સો.૩
અવધપ્રસાદ નીરખી યહ શોભા, તન મન જાત વારી રે. સો.૪
પદ ૨
ગંગા નહાને ચલે હરિ છેલા રે. ગંગા.
નરનારાયણ મંદિર હુંસેં, રંગભર સોહે જન મેલા રે. ગં.૧
સંગ અસવારી લિયે બહુ ભારી, તુરંત જ્યું કુરંગ ઊડેલા રે. ગં.૨
સાબરમતી સ્નાન કરત હરિ, તેહી જળ પાવન કરેલાં રે. ગં.૩
અવધપ્રસાદ કે’ બોલે તબ ગંગા, બચન હેતસેં ભરેલાં રે. ગં.૪
પદ ૩
તુમ દર્શનસેં ભઈ બડભાગી રે. તુમ.
બહુત દિનનકો બિજોગ રહ્યો મોય, તુમ બિન રહી હું અભાગી રે. તુ.૧
તુમ હો દીન દયા કે સાગર, મિલે નાથ હોઈ અનુરાગી રે. તુ.૨
અધમ ઉધાર પતિત કે પાવન, તુમ મિલે ભૈ હું સોહાગી રે. તુ.૩
અવધપ્રસાદ કહે યું ગંગા, પાવન કરી પ્રીત લાગી રે. તુ.૪
પદ ૪
બોલે ઘનશ્યામજી સૂનો ગંગા બાત રે. બોલે.
સંત સહિત મમ પરસ ભયો જબ, તબ તુ ભઈ વિખ્યાત રે. બો.૧
જન અધિકારી આઈ સ્નાન કરત ધાઈ, કોટિ જનમ પાપ જાત રે. બો.૨
ચૌદ લોક માંહી તેરે તુલ્ય કોઉં નાંહિ, શેષ મહેશ સબ ગાત રે. બો.૩
અવધપ્રસાદ કે નાથ કહત યું, સ્નાન કરી ધામ મમ પાત રે. બો.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
નીલો - ભૂરો, વાદળી
કેસરી ધોરી - કેસર ધોળી
પદ ૨
તુરંગ – ઘોડો
કુરંગ – હરણ
બચન - વચન
પદ ૩
બિજોગ - વિયોગ
પદ ૪
મમ પરસ - મારો સ્પર્શ
પાત - પામે છે