૨૪. સહજાનંદ છબી દગ ધરિયાં

રાગ કાફી


પદ ૧

સહજાનંદ છબી દગ ધરિયાં. સહજાનંદ.

અક્ષરપાર પરમ પુરુષોત્તમ, સોઈ મનુષ્ય ભયે જગ સુખકારિયાં. સ.૧

મંગલકારી શ્યામ મનોહર, તન પર શ્વેત બસન શુભ ભારિયાં. સ.૨

શિર પર મુગટ કાનુંમેં કુંડળ, ભાલમેં ચંદ્રક ચંદાનુસારિયાં. સ.૩

અવધપ્રસાદ નીરખી વહ મૂરતિ, હેત સહિત અંતરમેં ઉતારિયાં. સ.૪


પદ ૨

સહજાનંદ સૂરત હિતકારિયાં. સહજાનંદ.

દીનાનાથ દીનકે બંધુ, કૃપાસિંધુ

મેરી મતિયાં સુધારિયાં. સ.૧

એહી બિનુ અવર શરન નહિ મેરે,

એક પ્રતીત અંતરમેં ધારિયાં. સ.૨

સહજાનંદ સદા સુખદાયક,

જનમ મરન ભય ભ્રાંતિ નિવારિયાં. સ.૩

અવધપ્રસાદ કહત હે નિશદિન,

રટના લાગી ઇનકી એક તારિયાં. સ.૪


પદ ૩

સહજાનંદ પ્રગટ જગ સ્વામી. સહજાનંદ.

સહજાનંદ સદા શ્વેતાંબર, પ્રીત કરી પહિરે બહુનામી. સ.૧

બાંય બાજુ બાંધ લીયે હે,

નીરખી બદન નિત્ય ભઈ નિષ્કામી. સ.૨

હિયરે હાર હજારી લલકે,

ઝલકે ભાલ દેખી સુખ પામી. સ.૩

અવધપ્રસાદ કે શામ કું નીરખી,

તન મન તપત ગઈ સબ વામી. સ.૪


પદ ૪

સહજાનંદ કો શરન હમારે. સહજાનંદ.

શરનાગતકું શરનમેં રાખત, શ્યામ સુંદર સમરથ મતવારે. સ.૧

જેહી જન આઈ રહે ઈન શરને, તેહી જનકું તુરત ભવ તારે. સ.૨

એહી બિનું અવર શરન પકરત હે, સો નરકું દુઃખ હોત અપારે. સ.૩

અવધપ્રસાદ કે શ્યામ શરન સેં, કામ ક્રોધ મદ મોહ નિવારે. સ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

સોઈ - તે


પદ ૨

મતિયાં - બુદ્ધિ, મતિ

એક પ્રતીત - એક વિશ્વાસ, એક શ્રદ્ધા

ઇનકી – એની

એક તારિયાં - એક તાર


પદ ૩

શ્વેતાંબર - શ્વેત વસ્ત્ર

હિયરે - હૃદય પર

ઝલકે – ઝળકે

તપત - તાપ, ગરમી, પીડા


પદ ૪

પકરત – પકડવું

સો નરકું - તે મનુષ્યને