૩૯. ઘનશ્યામ પિયા પ્યારે હો અક્ષરવાસી
રાગ ભૈરવી
પદ ૧
ઘનશ્યામ પિયા પ્યારે હો અક્ષરવાસી. ઘનશ્યામ.
અક્ષરવાસી તુમ પરમ ચતુર વર, અંતર રહો સુખરાશિ હો. અ.૧
શ્યામ સુંદર તેરે ચરન કમલ કું, મન જ્યું ભ્રમર ઉપાસી હો. અ.૨
ધરમ કુંવર તેરી માધુરી મૂરત, અંતરમાંહી નિવાસી હો. અ.૩
અવધપ્રસાદ કે આઈ રહો ઉરમેં, સુંદર વર અવિનાશી હો. અ.૪
પદ ૨
નેનનહુંકે તારે હો પ્રીતમ પ્યારે. નેનનહુંકે.
પ્રીતમ પ્યારે તુમ અતિ સુખકારે, ત્રિવિધ તાપ નિવારે હો. પ્રી.૧
નિશદિન મોહે કછુ ન સુહાવે, તુમ બિના નાથ હમારે હો. પ્રી.૨
જગ શું તોરી પ્રીત તુમ સંગ જોરી, જબસેં મેં અંતર ધારે હો. પ્રી.૩
અવધપ્રસાદ કહે તેરી છબી પર, કોટિ કામ છબી વારે હો. પ્રી.૪
પદ ૩
સાંવરિયા લાગો પ્યારે હો ધર્મદુલારે. સાંવરિયા.
ધર્મદુલારે પ્યારે પ્રાન હમારે, પલ એક રહો નહિ ન્યારે. હો.૧
ફૂલંદા હાર બાજુબંધ ગજરા, નેનસે નિત્ય નિહારે. હો.૨
નિશદિન ધ્યાન ધરું મેં તુમરો, ઉર કે માંહી ઉતારે. હો.૩
અવધપ્રસાદ પ્રીત કરી તુમ સંગ, મગન ભયે મતવારે. હો.૪
પદ ૪
ઘનશ્યામ સુખકારી હો નેનુંમેં ધારી. ઘનશ્યામ.
નેનુંમેં ધારી શિર પાગ નિહારી, ઓઢે દુશાલો અતિ ભારી હો. ને.૧
જરકસી જામા ધરે અભિરામા, રેંટે કમર કસી સારી હો. ને.૨
નેન કમળ કર કમળ મનોહર, નાભિ કમળ લગે પ્યારી હો. ને.૩
અવધપ્રસાદ તેરે ચરન કમલ પર, વાર વાર બલિહારી હો. ને.૪
શબ્દાર્થ સૂચી
પદ ૨
ત્રિવિધ પાપ - આધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ એ ત્રણ પ્રકારના તાપ
તોરી – તોડી
જોરી – જોડી
કામ છબી - કામદેવ
પદ ૩
ન્યારે - દૂર, અળગા
ફૂલંદા હાર - ફૂલનો હાર
નિહારે - નિહાળવું, જોવું
પદ ૪
રેંટે - કમરે બાંધવાનું કપડું, પછેડી