૧. સહજાનંદ હરિ રે ભજ મન

રાગ ખમાચ


પદ ૧

સહજાનંદ હરિ રે ભજ મન, સહજાનંદ હરિ રે. ભજ.

શુક નારદ સનકાદિક શંભુ, સેવત ધ્યાન ધરી રે. ભજ.૧

પુરુષોત્તમ પરિબ્રહ્મ પુરાતન, તેહી સંગ પ્રીત કરી રે. ભજ.૨

પૂરવદેશ અવધપુર પાસે, છપૈયામેં દેહ ધરી રે. ભજ.૩

અવધપ્રસાદ એહી હરિ સંગે, જાય સબ પાપ જરી રે. ભજ.૪


પદ ૨

ભજ મન સહજાનંદ ઉર ધારી, ભજ મન સહજાનંદ. ભજ.

સહજાનંદ પરમ સુખ મૂર્તિ, નેનનસેં જ્યું નિહાળી. ભજ.૧

શ્વેત બસન ધારે તન સુંદર, જનમ લેત મોરારિ. ભજ.૨

શ્વેત પાઘ શિર શ્યામ વિરાજત, કેસર તિલક હે ભારી. ભજ.૩

અવધપ્રસાદ સહજાનંદ શરણે, લાગી લગન એક તારી. ભજ.૪


પદ ૩

ભજ મન સહજાનંદ સુખકારી, ભજ મન સહજાનંદ. ભજ.

વામ શ્રવન બિચ શ્યામ બિંદુ તિલ, ધ્યાન ધરત નરનારી. ભજ.૧

કાનુંમેં કુંડળ મક્રાકૃત ધરી, ઉર પર હાર હજારી. ભજ.૨

નાસિકા નિકટ તિલ એક સુંદર ચંચલ ચિત્તવની સારી. ભજ.૩

અવધપ્રસાદ નિરંતર અંતર, ઊર્ધ્વ રેખ ચિત્ત ધારી. ભજ.૪


પદ ૪

સહજાનંદ સુખદાઈ, ભજ મન સહજાનંદ. ભજ.

શ્રી ઘનશ્યામ મનોહર મૂર્તિ, ધ્યાન ધરો ઉર લઈ. ભજ.૧

સુંદર બોલની સુંદર હસની, મુસકની બરની ન જાઈ. ભજ.૨

શોભા ધામ શ્યામ સુખ સૂરત, સંત મુક્ત સંગ આઈ. ભજ.૩

અવધપ્રસાદ નિરંતર એહી છબિ, અંતરમેં ઠહરાઈ. ભજ.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

શંભુ - શિવ, શંકર

તેહી સંગ - તેની સાથે

પૂરવદેશ - પૂર્વ દિશાનો પ્રદેશ

અવધપુર - અયોધ્યા નગરી

જરી - ક્ષય થવું, નાશ પામવું



પદ ૨

ઉર ધારી - હૃદયમાં ધારી

નેનનસેં – આંખોથી

બસન - વસ્ત્ર



પદ ૩

વામ શ્રવન બિચ - ડાબા કાન વચ્ચે, અંદરના ભાગમાં

મકરાકૃત - માછલીની આકૃતિવાળાં

નિકટ – પાસે

ચંચલ ચિત્તવની - ચંચળ નેન-કટાક્ષ


પદ ૪

સુખદાઈ - સુખ આપનારદ્બમનોહર - મનને હરી લે તેવી

ઉર લાઈ - હૃદયમાં લાવી

બોલની - વાણીદ્બહસની – હાસ્ય

મુસકની - મંદહાસ્ય, મુસ્કુરાહટદ્બબરની ન જાઈ - વર્ણવી ન જાય

સૂરત – મુખારવિંદ

અંતરમેં ઠહરાઈ - અંતરમાં સ્થાપી છે.