૩૪. પ્યારા લાગો શ્રી ઘનશ્યામ
રાગ ખમાચ
પદ ૧
પ્યારા લાગો શ્રી ઘનશ્યામ, તુરંગ ખેલાવતા રે. પ્યા.
શિર પર બાંધી ભારે શુભ પગિયાં, ભ્રુહકે પર આય લગિયાં;
પહિરે પીતામ્બર શોભે, સુખ ઉપજાવતા રે. પ્યા.૧
કેસર તિલક ભાલ બિચ સોહે, ચંચલ ચિત્તવની મેં ચિત્ત મોહે;
બાંહે બાજુ, તોરા શિર લટકાવતા રે. પ્યા.૨
ઉર પર હાર હજારી લલકે, નાસિકા નિકટ તિલ એક ઝળકે;
રુચિર દુપટ્ટો ઓઢી, મોરે ઘરું આવતા રે. પ્યા.૩
ભ્રકુટિ કુટિલ નેનકી શોભા, નીરખી મુનિવર મન લોભા;
અવધપ્રસાદ ધારી છબી અંતર, અતિ સુખ પાવતા રે. પ્યા.૪
પદ ૨
સહજાનંદ છબી મન ભાઈ, નેન નિહારત તેરે. સ.
અનંતકોટિ બ્રહ્માંડકે કરતા, સુરનર મુનિ સબકે મન હરતા;
નરનાટક અનુસરતા, ચરિત વિસ્તારતે રે. સ.૧
શેષ શારદા પાર ન પાવે, વેદ પુરાન સદા ગુન ગાવે;
ત્રિવિધિ તાપ નસાવે, હરિ મન ધારતે રે. સ.૨
મંગલકારી મૂરતિ તિહારી, દેવન કું દુર્લભ હે ભારી;
અતિ અદ્ભુત ઉપકારી, ભવજલ તારતે રે. સ.૩
ધર્મ દુલારે અતિ સુખકારે, તુમ સંગ રહો પ્રીત હમારે;
અવધપ્રસાદ હરિવર, અંતર ધારતે રે. સ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
તુરંગ – ઘોડો
ભ્રુહ - ભ્રુકુટિ