૪. નેનું કે મારે બાન રે

રાગ કહરવા


પદ ૧

નેનું કે મારે બાન રે, પ્રેમવતી સુત સાંવરિયો રે. નેનુંકે.

ઠાઢે સુંદર શ્યામ ડગરમેં, મોહન રૂપ નિધાન રે;

નેન બાનસેોં મારી મોકું, ભૂલી હું તનકો ભાન રે. નેનુંકે.૧

ભૂષન બસન મનોહર પહિરે, હર લીનો મેરો પ્રાન રે;

ચિત્તવની મેરો ચિત્ત હર લીનો, સહજાનંદ સુજાન રે. નેનુંકે.૨

નેન બાનકી ચોટ લગી મોય, ભૂલી ભોજન પાન રે;

અવધપ્રસાદ રહો અબમાં રે, નિશદિન વાકો ધ્યાન રે. નેનુંકે.૩


પદ ૨

સાંવરિયો રંગ છેલ રે, ધર્મકુંવર મોહે ગેલ મિલ્યો રે. સાં.

મેં જાતિતી જલ ભરનેકું, લે શિર ગાગર હેલ રે;

ઠાઢો બિચ ડગરમેં મોહન, નીરખી, નેન ઠરેલ રે. સાં.૧

કાને કુંડલ મક્રાકૃત ધરી, મસ્તક છોગાં મેલ રે;

બાજુબંધ અલૌકિક બાંધે, તોરા પાઘ ઝૂકેલ રે. સાં.૨

સહજાનંદ મનોહર મૂરતિ, મિલે મોય અકેલ રે;

અવધપ્રસાદ હરિ સનમુખ આઈ, દિનો હાર ચંબેલ રે. સાં.૩


પદ ૩

હવેલિયાં મોરી આજ રે, ધર્મકુંવર સુંદર આઈલો રે. હ.

અસવારે લઈ શામ મનોહર, આયે સહિત સમાજ રે;

સુંદર વરકી શોભા નીરખી, ભૂલી ગૃહકો કાજ રે. હ.૧

આઈ બૈઠ અટારી બિચમેં, સભા કીન મહારાજ રે;

એક ટક રહી વિલોકી, મેં તો નીકે શ્યામ સુરતાજ રે. હ.૨

શ્રી ઘનશ્યામ બદનકી શોભા, અંતરમેં રહી રાજ રે;

અવધપ્રસાદ શ્યામ કે સંગે, કોહુંકી ન રાખી લાજ રે. હ.૩


પદ ૪

ભોજનિયાં જમો આજ રે, રામાનુજ હરિ હેત કરી રે. ભો.

ભાત ભાતકી કીન રસોઈ, સુંદર વ્યંજન સાજ રે;

બૈઠી આય આરોગો જીવન, સહજાનંદ મહારાજ રે. ભો.૧

મૂર્તિ નીરખું શ્યામ તિહારી, જમતાં શ્રીહરિ આજ રે;

ગંગાજળ હરિ પાન કરીકેં, દીજ્યો પ્રસાદી રાજ રે. ભો.૨

ધૂપ દીપ લઈ કરું આરતી, ભૂષન વસન સમાજ રે;

પહિરોતુમ હરિ હેત કરીકે, અવધપ્રસાદ કે કાજ રે. ભો.૩



શબ્દાર્થ સૂચી

પદ ૧

નેનું કે મારે બાન - નયન બાણ માર્યાં

ઠાઢે - ઊભા છે

ભૂષન બસન - આભૂષણ-વસ્ત્રો

ચિત્તવની – નયનકટાક્ષ

મોય – મને

મોકું - મને


પદ ૨

ગેલ - રસ્તો, માર્ગ

અકેલ – એકલા

હાર ચંબેલ - ચમેલીના ફૂલનો હાર


પદ ૩

એક ટક રહી વિલોકી - એક નજરે જોઈ રહી

સુરતાજ - દેવોના દેવ

બદનકી શોભા - શરીરની શોભા

નીકે - સારા, ભલા


પદ ૪

વ્યંજન - વાનગીઓ, પકવાન

તિહારી - તમારી