૨૯. શ્રી ઘનશ્યામ બાંધે શિર પગિયાં
રાગ જંગલો
પદ ૧
શ્રી ઘનશ્યામ બાંધે શિર પગિયાં, નીરખત મોરે મન ભાઈ રે. શ્રી.
પગિયાં કે શિર પેચ ઝૂકે હે, વામ શ્રવન લગ આઈ;
લિખિ લિખિ કે લલચાવત મોરે મન, પેખત મદન લજાઈ રે. શ્રી.૧
ભ્રકુટિ કુટિલ ભમરવત સોહેં, ઉભય શ્રવન સુખદાઈ;
તામહિ મકરા કૃત કુંડલ વર, નીરખ હરખ ઉર લાઈ રે. શ્રી.૨
સુંદર નેન કમલ મનરંજન, ખંજન મીન લજાઈ;
નાસા શુક તુંડ સમ મોહત, દેખત અતિ મુદ પાઈ રે. શ્રી.૩
ધર્મલાલ કી કહા છબી બરનું, નવીન જલદ સોહાઈ;
અવધપ્રસાદ ભાલ તિલક લખિ, વાર વાર બલ જાઈ રે. શ્રી.૪
પદ ૨
સહજાનંદ મનોહર મૂરતિ, દેખકે ઉર ઠહરાઈ રે. સ.
મંદ હાસ્યભર આનનકું લખિ, કમલ રહત સકુચાઈ;
અધર બિંબ વર સોહત સુંદર, દશન કુંદ કહાઈ રે. સ.૧
કંબુ કંઠ બિચ તિલ મનોહર, નીરખત હરખ ન માઈ;
પ્રથુલ અંશ રુચિર અતિ ભારી, પેખત જીય લલચાઈ રે. સ.૨
બાહુ ઉભય અભય કર જન કું, કરી કર દેખી લજાઈ;
ઉર બિશાલ મૃગરાજ સરિશ સમ, શ્રી વચ્છ ચિહ્ન રહાઈ રે. સ.૩
ઉદર વિષદ વર શીત પોયણ કર, નાભિ લગત સુખદાઈ;
અવધપ્રસાદ દેખી યહ મૂરતિ, ચરન કમલ શિરનાઈ રે. સ.૪
પદ ૩
હરિકૃશ્ન મહારાજ કી છબીકું, વરનવું મેં ચિત્ત ધારી રે. હ.
પંચાનન કટિ વત કટિ સોહે, કાંચિ જુત લગ પ્યારી;
લિખિ લિખિ કે લલચાત મદ નમન, ચાલ હંસ ગતિ સારી રે. હ.૧
કરભ કેલ સમ ઉરૂ મન મોહે, જાનું જુગલ શુભ ભારી;
પેખત મચ્છ કેતુ તુંર્ણીવર, પામે લજ્જા અપારી રે. હ.૨
પિંડી પ્રાન પ્રીતમ કી સુંદર, ગૌર લગત સુખકારી;
ઘૂંટી ગોળ મૃદુલ શુભ પેંની, ધ્યાન ધરત ત્રિપુરારિ રે. હ.૩
કોટિક મનમય ભાનુ લજાવે, શ્યામ છબિકું નિહારી;
અવધપ્રસાદ નીરખી મનમોહન, વારવાર બલિહારી રે. હ.૪
પદ ૪
નારાયણ મુનિ અંતરધારી, ચરન ચિહ્ન કહું પ્યારે રે. ના.
અરુન કોમલ વર અંગુલિયુંકી, શોભા કહત કવિ હારે;
નખમંડલ કી કાંતિ દેખી, લાજત ઈન્દુ હજારે રે. ના.૧
જુગલ ચરન ચિહ્ન અબ વરનું, નેનસે નિત્ય નિહારે;
અષ્ટકોન અંકુશ અંબુજ ધ્વજ, જાંબુ સ્વસ્તિક જવ સારે રે. ના.૨
વજ્ર ઊર્ધ્વરેખા અતિ સોહે, ઇનકો ધ્યાન હમારે;
ઇતને ચિહ્ન દક્ષ પદ લખિકે, ઉરકે માંહી ઉતારે રે. ના.૩
કલશ ત્રિકોન વ્યોમ ગોપદ મીન, અર્ધચંદ્ર ધનુષ્યાકારે;
એહી વામ પદ ચિહ્ન કહત વર, અવધપ્રસાદ નિહારે રે. ના.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
પેખત – જોઈને
મદન – કામદેવ
લજાઈ - લજ્જા પામવું
કુટિલ – વાંકી
ઉભય શ્રવન - બંને કાન
તામહિ – તેમાં
હરખ - હર્ષ, આનંદ
મનરંજન - મનને આનંદ પમાડનાર
ખંજન - હસતાં હાલમાં પડતા ખાડા
મીન – માછલી
શુક તુંડ સમ - પોપટની ચાંચ જેવું
નાસા – નાક
બરનું – વર્ણવું
નવીન જલદ - નવું કમળ
બલ જાઈ - વારી જવું
પદ ૨
સકુચાઈ - સંકોચાઈ જવું
દશન – દાંત
કુંદ - મોગરાની કળી
કંબુ કંઠ - શંખ જેવો કંઠ
પ્રથુલ અંશ - પુષ્ટ ખભા
રુચિર – મનોહર
બાહુ – હાથ
બિશાલ – વિશાળ
મૃગરાજ – સિંહ
વિષદ – વિશાળ
પોયણ કર - હસ્ત કમળ
પદ ૩
વરનવું – વર્ણવું
પંચનાન કટિ - સિંહ જેવી કમર
કાંચિ – કંદોરો
ઉરુ – સાથળ
કેલ સમ - કેળ સમ
જાનું – ગોઠણ
કેતુ – ધ્વજ
ગૌર - ગૌર વર્ણ, ઊજળું
મૃદુલ – કોમળ
પેંની – પાની
ત્રિપુરારિ - મહાદેવ, શિવ
ભાનુ – સૂર્ય
તુંણીર્વર – ધનુર્ધારી
પદ ૪
વર – શ્રેષ્ઠ
અંગુલિ – આંગળી
ઈન્દુ – ચંદ્ર
દક્ષ પદ - જમણા ચરણે
વરનું - વર્ણવું