૫૪. શ્રી ઘનશ્યામ હુંને, ચિત્ત મેરો ચોર્યો આજ
રાગ ઠુમરી
પદ ૧
શ્રી ઘનશ્યામ હુંને, ચિત્ત મેરો ચોર્યો આજ. શ્રી.
પગિયાં નવીની ધારી, ચિત્તવની શુભ સારી;
નેનસેં નિહારી મેરો, હાર મોતી તોર્યો આજ. શ્રી.૧
કેસર તિલક ભાલ, નેનાં બિચ રેખું લાલ;
ચટકતી ચલી ચાલ, ઘૂંઘટવા ખોર્યો આજ. શ્રી.૨
અરુન કમલ નેંન, કાનમેં કુંડળ મેંન;
બોલકે સુંદર બેન, કરેજવા કોર્યો આજ. શ્રી.૩
અવધપ્રસાદ નાથ, બાંય ગ્રહી લીની હાથ;
કર બર જોરી, મેરો બાજુબંધ છોર્યો આજ. શ્રી.૪
પદ ૨
શ્યામ સુખકારી મોરી, બૈયાં મરોરિ આય. શ્યા.
બૈયાં મરોરિ બહુ ઝકઝોરી;
કરકો કંગનવા નિકાર ગયો આય. શ્યા.૧
નાસિકા નિકટ ચિહ્ન ચિત્તવની ચિત્ત લીન;
અધર પ્રવાલ લાલ, જિયરા હરોરિ આય. શ્યા.૨
ગળે મોતી માલ ધારી, શ્રી વત્સ ઉર ભારી;
પ્રેમકી કટારી મારી લીન ચિત્ત ચોરી આય. શ્યા.૩
અવધપ્રસાદ શ્યામ, મિલે હૈ પૂરનકામ;
જપત હે જેહી નામ, મુનિ કર જોરી આય. શ્યા.૪
પદ ૩
મોહનાને મોહની ડારી, મોહ ભારી રાજ. મો.
ચંચળ દગન દોઈ, ખંજન લજત જોઈ;
નીરખી બદન સુખ, સદન મોરારિ રાજ. મો.૧
રસકો રસીલો કા’ન, ગાવે મુખ વિકિ તાન;
હર લીનો મેરો પ્રાન, શ્યામ સુખકારી રાજ. મો.૨
કસન કસેઉ કટિ, બસન મનોહર;
દસન હસન પર, કુંદ ચંદ વારી રાજ. મો.૩
અવધપ્રસાદ પ્યારી, છબ લીની ઉર ધારી;
નેનસેં નિહારી હિયેં, હાર હજારી રાજ. મો.૪
પદ ૪
બનહુંસે બનવારી, બાવરીશી કીની મોય. બ.
બનહુંકી ફૂલમાલ, ધરી હે ગોપાળલાલ;
કરકે નવીન ખ્યાલ, સૂધ હર લીની મોય. બ.૧
ગઈ’તી ભરન નીર, ટાડો જમુનાકે તીર;
કહી બલવીર દેખી, બતિયાં નવીની મોય. બ.૨
બાંસુરી બજાવત, જિયા લલચાવત;
આવત ગાવત ફારી, ચૂનર ઝીની મોય. બ.૩
અવધપ્રસાદ શ્યામ, લખી લાજે કોટી કામ;
મૂર્તિ રંગીલી રહો, ચિત્તમેં પ્રવિની મોય. બ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
તોર્યો – તોડ્યો
ખોર્યો – ખોલ્યો
બેન – વેણ
કરેજવા – કાળજું
છોર્યો - છોડ્યો
પદ ૨
બૈયાં મરોરિ - હાથ મરડ્યો
કરકો કંગનવા - હાથની ચૂડી
પદ ૩
સદન - નિવાસ સ્થાન
વિકિ તાન - મધૂર તાન
કસન - કેડે બાંધવાનું વસ્ત્ર
દસન - દાંતદ્બહસન – હાસ્ય
કુંદ - કસ્તુરી, મોગરો
હીયે - હૈયે
પદ ૪
બનહુંસે – વનમાંથી
બાવરી - ગાભરુ, બેબાકળી, ઘેલી