૩૬. ધર્મકુંવર ખેલે હોરી રે

રાગ હોરી


પદ ૧

ધર્મકુંવર ખેલે હોરી રે, કર લે પિચકારી. ધર્મ.

કર પિચકારી લીએ બનવારી, રંગ ડારત બરજોરી રે. ક.૧

અબિલ ગુલાલ કી ધૂમ મચાવે, કેસર ગાગર ધોરી રે. ક.૨

ગાવત રાગ બજાવત તારી, રંગ ગાગર શિર ઢોરી રે. ક.૩

અવધપ્રસાદ કે શ્યામ ચરનમેં, પ્રીતિ રહો અબ મોરી રે. ક.૪


પદ ૨

ધર્મકુંવર સુખકારી રે, ખેલે રંગભર હોરી. ધર્મ.

ખેલત હોરી સખા સંગ દોરી, સુંદર શ્યામ મોરારિ રે. ખે.૧

ચૂવા ચૂવા ચંદન અબિલ અરગજા, છીરકત જન પર ધારી રે. ખે.૨

બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ, ગાવત હે હોરી ભારી રે. ખે.૩

અવધપ્રસાદ કે નાથ સાંવરે, ભક્ત વત્સલ ભય હારી રે. ખે.૪


પદ ૩

ધર્મકુંવર હોરી ગાવે રે, રંગ ધૂમ મચાવે. ધર્મ.

ધૂમ મચાવે ગુલાલ ઉડાવે, જન પર રંગ બરસાવે રે. રં.૧

બ્રહ્મા ભવ સૂર રાજ દેવ મુનિ, કૌતક દેખન આવે રે. રં.૨

સુંદર શ્યામ બદન કી શોભા, મુખ બરની નહિ જાવે રે. રં.૩

અવધપ્રસાદ એહી છબી નીરખી, આનંદ ઉર ન સમાવે રે. રં.૪


પદ ૪

ધર્મકુંવર સુખદાઈ રે, રંગ ખેલ મચાઈ. ધર્મ.

ખેલ મચાઈ આંગના મોરે આઈ, નીરખી મોરે મન ભાઈ રે. રં.૧

ચપલ નયન ઘનશ્યામ સુંદર કે, ખેલત પ્રીત બઢાઈ રે. રં.૨

કેસર કુમકુમ અબિલ અરગજા, પિચકારી નઝર લાઈ રે. રં.૩

અવધપ્રસાદ નાથકી શોભા, દેખત દેવ લજાઈ રે. રં.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

ઘોરી – ઘોળી

તારી – તાળી

ઢોરી - ઢોળી


પદ ૨

ચૂવા ચંદન - એક પ્રકારનું ચંદન

અરગજા - સુગંધિત પદાર્થ

છીરકત – છાંટવું

ધારી – ધાર

ડફ – ડફલી

હોરી - હોળી


પદ ૩

કૌતુક - ખેલ, રમત


પદ ૪

આંગન - આંગણું