૪૧. પિયરા બસેં હે વિદેશવા
રાગ સારંગ ઠુમરી
પદ ૧
પિયરા બસેં હે વિદેશવા, એરી એરી સખી;
ખબર ન આઈ આપુ નહિ આયે. પિ.
બાલપન કી પ્રીત હમારી, તોરી ગયે હે વિશેષવા. ખ.૧
ધર્મદેવપુર ત્યાગ કરી હરી, શ્રીપુર વસે હે હંમેશવા. ખ.૨
થોરી ઉમરમેં વાસ કિયો હમ સંગ, અબ ગયે પશ્ચિમ દેશવા. ખ.૩
અવધપ્રસાદ કે નાથકો મહિમા, ગાન કરત હે મહેશવા. ખ.૪
પદ ૨
આયો દૂત શ્રીનગરમાં, એરી એરી સૈયો;
હમારે શ્યામને પ્રીતે પઠાયો. આયો.
દયા કરી મોહે શ્યામ સંભારી, પાતિ પઠાઈ નિજ કરસેં. હ.૧
બાત સૂની સખી વ્યાકુલ ભઈ સબ, દોરી આઈ ઘરોઘરસેં. હ.૨
ખબરી પૂછી સબ શ્યામ સુંદરકી, હરખ ભરી અંતરસેં. હ.૩
અવધપ્રસાદ કે શ્યામ દરશ હિત,ત્યાર ભઈ સબ ત્વરસેં. હ.૪
પદ ૩
કહો ખબરી હરિવરકી, હાંરે હાંરે લાલા;
શ્યામ સુંદર કૈસેં વિચરત શ્રીપુર. કહો.
ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિકી, કરત બાત શુભ કરકી. શ્યા.૧
હમ સબ પ્યાસી એહી છબીકી, કબ દેખું ધર્મકુંવરકી. શ્યા.૨
શ્રી ઘનશ્યામ માધુરી મૂરત, ચલો મિલાહું કર કરકી. શ્યા.૩
અવધપ્રસાદ કે નાથકું મિલકે, બાત કરી અંતરકી. શ્યા.૪
પદ ૪
નીરખો સબહી સુખકારી, હાંરે હાંરે સૈયો;
સહજાનંદ મહારાજ કી મૂરત. ની.
શિર પર સોહે ભારે શુભ પગિયાં, શેખર જુત લગે સારી. સ.૧
બાંયે બાજુબંધ શુભ સોહે, ઉર પર હાર હજારી. સ.૨
ભૂષન બસન મનોહર પહિરે, અંગોઅંગ અતિ ભારી. સ.૩
અવધપ્રસાદ કે નાથકી મૂરતિ, લ્યો અંતરમેં ઉતારી. સ.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
વિદેશવા – પરદેશ
આપુ - આપ, તમે
બાલાપન – બાળપણ
ધર્મદેવપુર - ધર્મદેવનું સ્થાન
પદ ૨
સૈયો - સૈયરો, સખીઓ
પાતિ – પત્ર
પઠાઈ – વંચાવ્યો
ત્યાર ભઈ - તૈયાર થઈ
ત્વરસેં – ઉતાવળથી
દરશ હિત - દર્શન માટે
પદ ૩
ખબરી - ખબરઅંતર