૧૯. પ્યારે કનૈયા માનો બતિયાં
રાગ ઠુમરી
પદ ૧
પ્યારે કનૈયા માનો બતિયાં, ના બોલો એલફેલ રતિયાં. પ્યા.
નેન બાનકી ચોટ લગાયકે, કહાં ગયે તે છેલ રતિયાં. પ્યા.૧
પ્રેમકી પ્રીત મનોહર તોરી, મનહર લીનરંગરેલ રતિયાં. પ્યા.૨
નીરખી બદન તિહારો મોહન, ભૂલી હું ગાગર હેલ રતિયાં. પ્યા.૩
અવધપ્રસાદ કે નંદકુંવર વર, રોકી મોહે તુમ ગેલ રતિયાં. પ્યા.૪
પદ ૨
કહું કનૈયા જાને દે મોહે, ના છોડો મોરે મીત અતિયાં. ક.
સાસુ નણંદ મોહે ટુંના મારત, કહિ કહિ આન કી રિત અતિયા. ક.૧
કાનકુંવર તુમ રોકત ટોકત, મગ બિચ આવત નિત્ય અતિયાં. ક.૨
શ્યામ સલૂને તેરી છબી મોહે, બિસરત નહિ પલકિત અતિયાં. ક.૩
અવધપ્રસાદ કહે કલ ન પરે અબ, સૂને બિના તેરે ગીત અતિયાં. ક.૪
પદ ૩
જાની કનૈયા તોરી ગતિયાં, ના તોરો મોરો હાર છતિયાં. જા.
નંદરાયકે કુંવર કનૈયા, બોલો બોલ વિચાર છતિયાં. જા.૧
કંસરાયશું પ્રીત હમારી, ન જાનો તુમ યાર છતિયાં. જા.૨
તુમ હો છોરા નંદમહરકે, ન રોકો પરનાર અતિયાં. જા.૩
અવધપ્રસાદ કે નાથ તિહારી, રાખી છબી મેંધાર છતિયાં. જા.૪
પદ ૪
દેખી રે જમુના કે તટવા, નંદદુલારે છેલ નટવા. દે.
મેં દધિ બેચન જાતી ગોકુલસેં, આય ડગર બિચ લૂંટ મટવા. દે.૧
દહીં મેરો ખાય મટુકી મેરી ફોરી, લાલ ચૂનરિયાં ફરી વટવા. દે.૨
મેરો બરજ્યો કછુ નહિ માન્યો, દેવત મોકું ગાર અટવા. દે.૩
અવધપ્રસાદ કે નાથ કી સુંદર, મૂર્તિ વસી મેરે આય ઘટવા. દે.૪
શબ્દાર્થ સૂચી
પદ ૧
હેલ - બેડું
પદ ૨
ટુંના – ટોણા
મગ બિચ - માર્ગ વચ્ચે
પલકિત - પળ માટે
પદ ૪
નટવા – નટ
મટવા – મટુકી
વટવા – માર્ગ
ગાર – ગાળ
ઘટવા - અંતરમાં