૧૪. પ્રીત લગાઈ રહે દૂર રે

રાગ ધન્યાશ્રી


પદ ૧

પ્રીત લગાઈ રહે દૂર રે, ઘનશ્યામ પિયા રે; પ્રીત.

ધર્મકુંવર બિન તલફત જીયરા, પિયરાગયે મધૂપુર. પ્રી.૧

જબતે શ્યામ સિધારે તબતેં, વિરહ સતાવે ભરપૂર. પ્રી.૨

શ્રી હરિકૃષ્ણ મિલે બિન મોરી, સુખસંપત્તિ સબ દૂર. પ્રી.૩

અવધપ્રસાદ અંતર દુઃખ પાવત, જીવન બિના જરૂર. પ્રી.૪


પદ ૨

સાંવરિયો રંગ છેલ રે, ચિત્ત ચોરી ગયો રે. સાં.

બિનું દેખે મોય કલ ન પરત હે, બિરહાનલસેં જરેલ રે. સાં.૧

પરત ન ચેન રેન દિન મોહે, નીરખે બિના અલબેલ રે. સાં.૨

શ્રી ઘનશ્યામકી સુંદર મૂરત, નિશદિન પાસ રહેલ રે. સાં.૩

અવધપ્રસાદ કે પલ નહિ બિસરત, અંતરમાંહી ધરેલ રે. સાં.૪


પદ ૩

કનૈયો ચિત્તચોર રે, મેરો ધ્યાન હર્યો રે. ક.

એહી બિના અબ ભઈ હું દીવાની,

બિસરત નાંહિ નિશભોર રે. ક.૧

જાદુગારે પ્યારે નંદદુલારે, હર લીનો મન મોર રે. ક.૨

મરમ ભરી મોહન કી બતિયાં, લેત કરેજવા કોર રે. ક.૩

અવધપ્રસાદ કે નાથ બિના ભઈ, ચંદ રહિત જ્યું ચકોર રે. ક.૪


પદ ૪

સાંવરિયા સુખદેન રે, મેરો મન હર લેન રે. સાં.

કૃપા કરી મોય દરશન દીજે, અરુન કમલદલ નેન રે. સાં.૧

તિહારે મિલનકું જીયરા જરત હે, ખટકત હે મીઠે બેન રે. સાં.૨

મૂરતિ શ્રી ઘનશ્યામ તિહારી, બિસરત નહિ દિન રેન રે. સાં.૩

અવધપ્રસાદ કે, આય બસો ઉર, તુમ બિન નહિ સુખ ચેન રે. સાં.૪



શબ્દાર્થ સૂચી

પદ ૧

પિયા – પ્રિયતમ

તલફત - તડપવું


પદ ૨

બિરહાનલ – વિરહાગ્નિ

પલ નહિ બિસરત - ક્ષણ નથી ભુલાતા


પદ ૩

નિશભોર – રાતદિવસ

કરેજવા - કાળજું


પદ ૪

અરુન કમલદલ નેન - ઊગતા સૂર્ય જેવા, કમળ જેવા નેત્ર