વચનામૃત

૨૧. એકાંતિક ધર્મનું લક્ષણ - ભગવત્પ્રસન્નતાનો ઉપાય - એકાંતિક ધર્મવાળા ભક્તને વર્તવાની રીત - અક્ષરના બે સ્વરૂપનું વર્ણન.

0:000:00

સંવત 1876ના પોષ સુદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજતા હતા, અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને ધોળી પાઘ માથે બાંધી હતી, ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી.

પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા, ને એમ બોલ્યા જે, સર્વે સાંભળો એક વાર્તા કરીએ: એમ કહીને ઝાઝીવાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 21 ||


રહસ્યાર્થ પ્રદી.-- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં સ્વધર્માદિક ચાર સાધન દૃઢ કરે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. અને એ ચાર સાધન તે એકાંતિક ધર્મ છે. (1) અને સર્વે ક્રિયામાં અમારી મૂર્તિનું ચિંતવન કરવું. (2) અને દેહગેહાદિકને અસત્ય જાણીને તેથી પોતાનું સ્વરૂપ જુદું માનીને, ધર્મે સહિત અમારી નિષ્કામ ભક્તિ કરવી. (3) ને અમારો મહિમા સમજવા માટે સાધુનો સંગ રાખવો. (4) અને અમારે પ્રતાપે પશુનું પણ કલ્યાણ થાય છે. (5) અને અમારા એકાંતિક ભક્ત અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે ને અમારી સેવામાં રહે છે. (6) અને તે અક્ષરધામનાં બે સ્વરૂપ છે. (7) અને મુક્ત સર્વે અમારા દાસ છે ને અમે સર્વેના સ્વામી છીએ. (8) અને અમારા વિના બીજી વાસના રહી ગઈ હોય તેને સિદ્ધિઓ દેખાય તેમાં મોહ પામે તો મોટું વિઘ્ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (9) બાબતો છે.