વચનામૃત

૬૪. શરીર શરીરીની વિલક્ષણતા વિશે સમજ.

0:000:00

સંવત 1876ના ફાગણ વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો, ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું, ને તુળસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી, ને મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો જે,


ઇતિ વચનામૃતમ્ || 64 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, દૃષ્ટા જે અમારું તેજ તે જેમાં વ્યાપક છે એવું દૃશ્ય જે મૂર્તિમાન અક્ષર એ બેયના અમે આત્મા છીએ અને એ બેયથી ન્યારા ને સદા મૂર્તિમાન છીએ. (1) અને જીવોના કલ્યાણને અર્થે કૃપાએ કરીને મનુષ્યરૂપે દેખાઈએ છીએ. (2) અને જે અમને આવી રીતે દિવ્ય મૂર્તિમાન જાણીને અમારી ઉપાસના-ભક્તિ કરે તે અમારા સાર્ધમ્યપણાને પામે છે ને અનંત ઐશ્વર્યને પામે છે. (3) અને જે અમને નિરાકાર જાણીને ભજે તે બ્રહ્મસુષુપ્તિમાં લીન થાય છે તે કોઈ દિવસ નીસરતો નથી. (4) અને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તે થકી જ આ વાત પમાય છે. (5) બાબતો છે.