૩૮. વણિકના નામાના દૃષ્ટાંતે મનનો નિરંતર તપાસ કરવાની રીત - નિર્વાસનિક થઈ ભક્તિ કરવાની રીત - આત્માનું સ્વરૂપ.
0:000:00
સંવત 1876ના મહા સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો, ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત સામું જોઈને ઝાઝીવાર વિચારી રહ્યા ને પછી એમ બોલ્યા જે,
પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
(પ્ર.૨) દેહ, ઇંદ્રિયો તથા અંત:કરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે, દેહ ને ઇંદ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને સર્વેથી જુદો છે એને જીવ કહીએ, અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદાં જુદાં સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ, એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી.(બા.૩)
ઇતિ વચનામૃતમ્ || 38 ||
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પોતાના મનનો નિરંતર તપાસ કરવો તથા અમારી મૂર્તિમાં નિમગ્ન રહી ન શકે તેને અમારાં લીલા-ચરિત્ર સંભારવાં, તથા અમારી મૂર્તિનું ચિંતવન કરવું, તથા બીજાના ઘાટને ટાળી નાખે એવા અમારા સમર્થ મુક્તનો સંગ કરવો ને પોતપોતાના ધર્મમાં રહેવું, અને અમારો મહિમા સમજીને નિર્વાસનિક થાવું. (1) અને અમારા વિના બીજો સંકલ્પ જ ન થાય ને આત્માપણે વર્તે ને અમારી ઉપાસના કરે તે સાચો ત્યાગી છે, અને અમારા વિના બીજું કાંઈ પોતાનું મનાય જ નહિ તે ખરો હરિભક્ત છે. (2) બીજા પ્રશ્નમાં જે સમજાવી શકે ને સમજી શકે તે જીવનું સ્વરૂપ કહ્યું છે. (3) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં જેને ઘાટ થતા હોય ને જેને ઘાટ ન થતા હોય ને જે બીજાના ઘાટ ટાળી નાખે તેને કેવા જાણવા?
ઉ.૧ જેને ઘાટ થાતા હોય તે પ્રાકૃત ગુણબુદ્ધિવાળા જાણવા, અને જેને ઘાટ ન થાતા હોય તેને એકાંતિક સંત જાણવા, અને બીજાના ઘાટને ટાળી નાખે તેને સિદ્ધદશાવાળા જાણવા.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.