૧૮. નાસ્તિક ને શુષ્કવેદાંતીની સમજણ કહેવાપૂર્વક તેના સંગનો નિષેધ.
0:000:00
સંવત 1878ના માગશર વદિ 6 છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી, અને મસ્તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 18 || (151)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે નાસ્તિક ને શુષ્કવેદાંતી એ બે મતને અતિશે દુષ્ટ ને મહા પાપી કહ્યા છે ને તેમનો કોઈ કાળે નરકમાંથી છૂટકો નહિ થાય ને એના સંગ કરનારાને પણ અતિ પાપી કહ્યા છે. (1) બાબત છે.
પ્ર.૧ શ્વેતદ્વીપને વિષે નિરન્ન મુક્ત છે તેને બ્રહ્મસ્વરૂપ તથા અક્ષરસ્વરૂપ કહ્યા અને અક્ષરાતીત પુરૂષોત્તમના દાસ કહ્યા તે પુરૂષોત્તમ કિયા જાણવા? ને તે નિરન્ન મુક્ત કોને કહ્યા હશે?
ઉ.૧ આ ઠેકાણે વાસુદેવબ્રહ્મને પુરૂષોત્તમ કહ્યા છે તે મૂળપુરુષોના પુરૂષોત્તમ છે ને એમના તેજને અક્ષર કહ્યું છે ને તે અક્ષરથી તેમને અતીત એટલે પર કહ્યા છે. અને તેમના સાધનિક મુક્તોને કાળના કાળ ને અક્ષર સ્વરૂપ કહ્યા છે.
પ્ર.૨ કોના કોના તેજને અક્ષર નામે કહેવાતું હશે?
ઉ.૨ મૂળપુરુષ, બ્રહ્મ, મૂળઅક્ષર તથા શ્રીજીમહારાજ એ સર્વેના તેજને અક્ષર તથા અક્ષરધામ કહેવાય.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.