વચનામૃત

૬૩. નિશ્ચયમાં કસરવાળાના ને પરિપક્વ નિશ્ચયવાળાનાં લક્ષણ - તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાની રીત - ભગવાનને મનુષ્યાકૃતિ ધરવાની રીત - અતિ દૃઢ નિશ્ચયવાળાનાં લક્ષણ.

0:000:00

સંવત 1876ના ફાગણ વદિ 7 સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું, ને કોટને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે

અને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 63 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૫) છે. ત્રીજું ને પાંચમું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે અમારે વિષે સામર્થી ન દેખાય, ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાને ભૂંડા ઘાટ થાતા હોય તે ટળે નહિ ત્યારે અમારે વિષે દોષ પરઠે જે, મારા ઘાટ કેમ ટાળતા નથી. (1) બીજામાં અમારો પરિપક્વ નિશ્ચય હોય તે એમ જાણે જે, આ મહારાજ છે ત્યાં જ અક્ષરધામ ને મુક્ત છે. (2) ત્રીજામાં પોતાને યથાર્થપણે જાણવાની રીત કહી છે જે પૃથ્વીથી લઈને મૂર્તિમાન મૂળઅક્ષરપર્યંત એકબીજાથી મોટા ને એકબીજાના કારણ ને એકબીજાથી સૂક્ષ્મ ને મૂર્તિમાન કહ્યા છે અને એ મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે ને અતિ મોટા કહ્યા છે ને એના અકેકા રોમમાં એટલે તેની કિરણોમાં અસંખ્યાત બ્રહ્માંડ ઊડતાં ફરે છે અને એ મૂળઅક્ષરને વિષે અમે સદા વિરાજમાન છીએ એમ કહ્યું છે તે કાન્તિએ કરીને રહ્યા છે તે ચોથી બાબતમાં કહ્યું છે. (3) અને ચોથી બાબતમાં અમે અમારી કાન્તિએ કરીને એટલે અમારા તેજરૂપ અક્ષરધામ તે દ્વારે કરીને ત્રીજી બાબતમાં કહી ગયા તે અક્ષરધામ જે મૂળઅક્ષર તથા અનંતકોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના ઈશ્વરો તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છીએ. એવી રીતે મૂળઅક્ષરથી લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવાદિકને વિષે અન્વયપણે રહ્યા છીએ અને તે અમારી કાન્તિરૂપ જે અક્ષરધામ તેમાં કોટાનકોટી સૂર્યના જેવા પ્રકાશમાન એવા અમારા મુક્તોએ સેવ્યા થકા વિરાજમાન છીએ. એવા અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત જે અમે તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થયા છીએ, આવો અમારો મહિમા સમજે તેને અમારો અડગ નિશ્ચય થાય ને તે કાળ, કર્મ, માયાના બંધનથી મુકાય છે ને તેને કાંઈ કરવું રહેતું નથી. (4) ચોથામાં અમે અનુક્રમે તથા અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ. (5) પાંચમામાં અતિ દૃઢ નિશ્ચયવાળા ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (6) અને એવો નિશ્ચય ન હોય તેના કલ્યાણમાં ફેર કહ્યો છે. (7) બાબતો છે.