૪૫. સર્વેને ગાફલાઈ ન રાખતાં સાવધાન રહેવા આદેશ - ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એમ વર્તવા વિશે બોધ.
સંવત 1880ના પોષ વદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,
(પ્ર.૨) સાત્વિક કર્મે કરીને દેવલોકમાં જાય છે અને રાજસી કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે અને તામસી કર્મે કરીને અધોગતિને પામે છે.(બા.૨)
તેમાં કોઈ એમ આશંકા કરે જે રાજસી કર્મે કરીને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વ મનુષ્યને સુખ-દુ:ખ સરખું જોઈએ તો એનો ઉત્તર એમ છે જે, એક રજોગુણ છે. તેના દેશકાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે, માટે રાજસી કર્મનો એકસરખો નિરધાર રહેતો નથી; એ તો જેવા દેશ, કાળ, સંગ ને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે.(બા.૩)
તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે ર્મત્ય લોકમાં યમપુરીના જેવું દુ:ખ ભોગવે અને ભગવાનના ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. અને ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે, અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જાવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે અને સૂર્ય, ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે અને દેવલોક, ર્મત્યલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે, માટે જે પોતાના આત્માનું રૂડું થાવાને ઇચ્છે તેને તો સદ્ગ્રંથને વિષે કહ્યા જે સદ્ધર્મ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.(બા.૪)
ઇતિ વચનામૃતમ્ || 45 || (178)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે તમે સર્વે અમારા કહેવાઓ છો, માટે તમારે વિષે કાંઈ કસર રહેવા દેવી નથી અને તમે પણ અમારી આજ્ઞામાં તત્પર રહેજો ને જો ગાફલાઈ રાખશો એટલે દેહરૂપે વર્તશો તો અમારી આજ્ઞા પાળી શકાશે નહિ, તથા અમારા સંત-હરિજનના સમુદાયમાં રહી શકાશે નહિ. અને અમારે તો આત્મારૂપ થઈને અમારી ભક્તિ કરો એવા સર્વેને કરવા છે ને જો તેમાં કસર રહેશે તો બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવું પડશે માટે સાવધાન એટલે આત્મસત્તારૂપે રહેજ્યો. (1) બીજામાં રાજસ, તામસ ને સાત્વિક કર્મે કરીને સ્વર્ગ, ર્મત્ય ને પાતાળને પામે છે. (2) અને દેશકાળાદિકને યોગે કરીને રાજસ કર્મના અનંત પ્રકારના ભેદ થાય છે. (3) અને અમે તથા અમારા સંત કુરાજી થાઈએ એવું કર્મ કરે તો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કરેલું હોય તે નાશ પામે અને ર્મત્ય લોકમાં દેહે કરીને યમપુરીના જેવું દુ:ખ ભોગવે. અને અમે તથા સંત રાજી થાઈએ એવું કર્મ કરે તો આ દેહે પણ અમારા ધામના જેવું સુખ ભોગવે. ને નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તે નાશ પામે ને અમારા અક્ષરધામને પામે. અને સૂર્ય-ચંદ્રાદિક જે જે સુખિયા છે તે અમને ને અમારા સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે સુખિયા છે. (4) બાબતો છે.
પ્ર.૧ પહેલા પ્રશ્નમાં આ ઠેકાણે વાસના ન ટળી તો બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં જઈને વાસના ટાળવાનું કહ્યું અને (છે. 2/3માં) એ બે ધામ કરતાં આ સત્સંગીની સભાને અધિક કહી છે, માટે આ સભામાં વાસના ન ટળે તો ત્યાં કેમ ટળે?
ઉ.૧ શ્રીજીમહારાજે કહ્યું છે જે તમને અમે દયા કરીને આ સત્સંગમાં અમારા તથા અમારા મુક્તના સમીપમાં રાખ્યા છે, માટે જો તમે ગાફલાઈએ કરીને વાસના નહિ ટાળો તો તમને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં મેલશું ને ત્યાં ઘણાક કાળપર્યંત મહાતપ કરવું પડશે અને અમારું કે અમારા મુક્તનું દર્શન નહિ થાય એમ બીક બતાવી છે, પણ એ સ્થાનોને આ સભા કરતાં વખાણ્યાં નથી ત્યાં તો શ્રીજીમહારાજના ને મુક્તના વિયોગરૂપી દુ:ખ છે.