૧૦૮

શ્રીજીમહારાજ ને મોટા અનાદિ તે જેવા ધામમાં છે તેવા ને તેવા જ અહીં દિવ્ય છે. મનુષ્યભાવ તો પોતાના સંકલ્પ માત્રે કરીને દેખાડે છે.

આ પ્રાપ્તિ બહુ જ મોટી છે, અતિ બહુ મોટી છે. ક્યા સ્થાનમાં બેઠા છીએ, કોનો જોગ થયો છે? તો અનાદિમુક્ત અને પ્રત્યક્ષ શ્રીજીમહારાજ તે સાક્ષાત્ મળ્યા છે.