૮૯
શ્રીજીમહારાજની મૂર્તિને વિષે અનંત અપાર મુક્ત રહ્યા છે, જેમ કમળના ફૂલને વિષે પાંખડીઓ રહી છે તેમ. એક હરિભક્તને મહારાજે એવું દર્શન આપ્યું જે મુક્તો ચારે તરફ બ્રહ્માંડમાં ઝળેળાટ કમળની પાંખડીઓ ઉપરાઉપર દોઢે ગુંથાએલી છે તેમ તે મુક્તોની ઠઠ દેખી. પછી તે સર્વે પાછા શ્રીજીમહારાજની મૂર્તિને વિષે ભાસ્યા.