૭૫

આપણે તો મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે, તેમાં રસબસ થઈ રહેવું.

પ્રકૃતિના કાર્યને તો જોઈ જોઈને જીવ થાકી ગયા છે. તે જો મહારાજની મૂર્તિમાં જોડાય તો અહોહો થઈ જાય.

મૂર્તિમાં જોડાઈ ગયો તેને બીજું કાંઈ ભાસે કે સાંભરે નહિ. તે અનુભવજ્ઞાન કહેવાય.