૧૧૭

મહારાજ ને મોટાનો મહિમા સમજીને એમને વિષે દિવ્યભાવે જોડાવું. મોટા અનાદિને હાથ જોડે, એટલામાં ઘાટ સંકલ્પ થતા હોય તે બળી જાય. પ્રગટ હોય કે દ્રષ્ટિગોચર ન હોય તો પણ અંતર્વૃત્તિએ હાથ જોડવા, કેમ કે મહારાજ અને મોટા અનાદિ તો સર્વે જાણે છે તેથી સહાયમાં રહે. શ્રીજીમહારાજની જોડે એવા મુક્તને ધારવાથી હેત વધારે થાય છે.

મહારાજ અને મોટાનો પ્રતાપ જોઈએ તો બહુ જબરું સમજાય. એટલું તો સમજવું જે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મહા અનાદિમુક્તોએ શ્રીજીમહારાજની સંપ્રદાય બાંધી છે, માટે આપણે એ સંપ્રદાયની સેવા કરવી.