૧૨૮

આપણે તો મહારાજ, મુક્ત, સંત-હરિભક્તો સર્વે દિવ્ય છે. એવો મહિમા રાખવો પણ બીજું ન સમજવું. "ચૈતન્ય રૂપી ભૂમિ રે, હરિજન ચૈતન્ય હજારું." ભક્તજનોને રહેવાની ભૂમિ પણ ચૈતન્ય છે. આ અલભ્ય લાભ છે, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો. આવો મોટો જોગ થયો છે તેથી એમ જાણવું જે આ વેપારમાં આપણે કરોડો મનવારો ભરી લાવ્યા છીએ તે ખૂટે તેમ નથી. આ બધા હરિભક્તો જમે છે તે બધું અક્ષરધામનું દિવ્ય સુખ છે. કોણ પીરસે છે અને કોણ સુખ આપે છે એ જોવું. સર્વે દિવ્ય છે.