૪૦
શ્રીજીમહારાજે પોતાના જે લાડીલા ને ખાનગી હજૂરી છે તેને કલ્યાણની કૂંચી સોંપી છે. જેમ રાજાનો દેશ લેવા બીજો રાજા આવે ત્યારે પોતાને ચઢવું પડે, તે આ જીવને લેવા શ્રીજીમહારાજ ને એમના મુક્ત આવ્યા છે. આજ ન્યાલકરણ પધાર્યા છે, જે લેવું હોય તે લ્યો. ખોટ બધી આ સભાના જોગથી નીકળેે છે ને જાત કુજાત જોતા નથી, સર્વેને ન્યાલ કરે છે.