૧૩
અનાદિમુક્ત છે તે તો જેટલું શ્રીજીમહારાજ કરે તેટલું કરી શકે; ને જે સાધન દશાવાળા છે તે તો પોતે નિર્લેપ રહે પણ બીજાને મુક્ત કરી શકે નહિ. તે તો જ્યારે દેહનો વિયોગ થાય ને ધામમાં જઈને ફેર સ્વતંત્રપણે આવે ત્યારે અનંત જીવોનો ઉદ્વાર કરે. તેમાં પણ જેને અહીં અનાદિમુક્તનો જોગ થયો હોય અને તે અનાદિ થકી શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તે અનાદિના જોગે અનાદિના જેવી સ્થિતિ થઈ હોય તે તો આ દેહે પણ અનંત જીવોને અનાદિ કરી શકે.