૪૬

શ્રીજીમહારાજ અથવા મુક્ત મળે, તે જીવને મુક્ત કરે તે હીરો વિંધ્યો કહેવાય. શ્રીજીમહારાજ પોતે મળે અથવા મુક્ત મળે તો શ્રીજીમહારાજનું સર્વોપરીપણું ને સદા દિવ્ય સાકારપણું સમજાવીને મુક્ત કરે, માટે જીવને મુક્ત કરવા તેમાં જેવા શ્રીજીમહારાજ છે તેવા જ તેમના મુક્ત સમર્થ છે, પણ મુક્ત સેવક છે ને મહારાજ સ્વામી છે, અને મુક્ત સુખના ભોક્તા છે ને મહારાજ સુખના દાતા છે, પણ જીવનાં કલ્યાણ કરવામાં તો મહારાજ ને મુક્ત બે ય સરખા છે. એવા ભગવાન કે મુક્ત મળે ત્યારે એમની અનુવૃત્તિમાં રહેવું.