૧૪૯

આપણને મહારાજ બહુ મોટા મળ્યા છે. એમની દયા પણ બહુ જબરી છે. તે જુઓ તો ખરા! એવડા મોટા ભગવાન! તે આપણી સાથે વાતો કરે, થાળ આપે, પ્રસાદી આપે, તે કેવડી બધી દયા! મહારાજ અને મહારાજના અનાદિમુક્ત તે તો એક સંકલ્પે અક્ષરધામમાં પહોંચાડી દે છે એવા સમર્થ છે. માટે મોટા અનાદિનો જોગ કરી લેવો. મૂર્તિમાંથી અનંત પ્રકારનાં સુખ આવે છે. એ સુખ ભોગવતાં કલ્પે કલ્પ વીતી જાય, પણ એ સુખનો પાર આવે નહિ. એ રસ અદ્ભૂત છે, તે તેમની કૃપાએ મળ્યો છે. એ સુખ આપણે ભોગવવું. મહારાજ કહે છે કે અમે તો મોક્ષનો દરવાજો ઉઘાડો મૂક્યો છે, અમો ક્યાંય ગયા નથી. એવા ને એવા જ છીએ. વળી અમારા મોટા મુક્તના શબ્દ સાંભળશે, સેવા કરશે, તેમને રાજી કરશે તેનું પણ કલ્યાણ થશે.