૧૪૭

આ સમયે ભગવાન કેવળ કૃપાસાધ્ય છે. મહાપ્રભુ દયાએ કરીને પધાર્યા છે, માટે ભગવાનને અખંડ રાખવા. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, માળા, માનસીપૂજા આદિમાં મૂર્તિ રાખવી. મૂર્તિ વિના ભાવસાગરનો પાર નથી આવતો. "ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના" માટે નિશ્ચય પરિપક્વ કરવો જોઈએ. મહારાજ કહે છે કે જેવા અમે છીએ તેવા અમને જાણશો અને જેવા અમારા મુક્ત છે તેવા તેમને જાણશો તો કલ્યાણ થશે. અનાદિમુક્ત તો મૂર્તિના સુખમાં ઝીલે છે. આ સભા દેખાય છે, તેમાં અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે, પણ જીવને અજ્ઞાન બહુ છે તેથી ઓળખી ન શકે. મહારાજ અને અનાદિ તો સદાય ભેળા જ રહે છે. "રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પય માંહી ભળી" એમ સાથે જ રહે છે જુદા ન પડે તેથી એ મૂર્તિને સુખે સુખિયા. મહારાજ અને અનાદિનો એવો સંબંધ છે.